જી.કે. જન હોસ્પિ.ની માંડવીના ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ તથા સભ્યોએ મુલાકાત લઈ સંતોષ વ્યક્ત કર્યો

માંડવી વિસ્તારના ધારાસભ્ય અનિરુધ્ધ દવે અને જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા તેમજ  જિલ્લા પંચાયતના સભ્યોએ અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓની સારવાર અને આયુષ્માન કાર્ડ અંગે ચાલતી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

  તેમણે ડાયાલિસિસ, એનઆઈસીયુ, બર્ન્સ યુનિટ, રેડિયોલોજી જેવા મહત્વના સારવાર અને પરીક્ષણ કેન્દ્રો ઉપરાંત વોર્ડની મુલાકાત લઈ દર્દીઓ પાસેથી  હોસ્પિટલમાં ચાલતી સારવાર અને પ્રધાનમંત્રી આયુષ્માન યોજના હેઠળ મળતા લાભ વિશે પણ તેમનો અભિપ્રાય મેળવી ,ઉપલબ્ધ લાભ વિશે આનંદ  વ્યક્ત કરી, કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જારી આ યોજના આશીર્વાદરૂપ બની છે.

      હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.નરેન્દ્ર હિરાણીએ સાથે રહી તમામ વોર્ડ અને  કેન્દ્રોની કામગીરી અને કચ્છ જેવા વિસ્તાર માટે બનતી આ ઉપયોગી સેવા અંગે ટીમને વાકેફ કર્યા હતા.હોસ્પિટલના બર્ન્સ વિભાગની સેવાઓ અને ઉપલબ્ધ આધુનિક ટેક્નોલોજી રસપૂર્વક નિહાળી હતી.

   હોસ્પિટલની સ્વચ્છતાની પણ સરાહના કરી હતી.

Leave a comment

Trending