ઈંગ્લેન્ડ DRS લે તે પહેલાં જ અમ્પાયરે ઈશારો કરી દીધો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ ગુરુવારથી (31મી જુલાઈ) લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. આ મેચ દરમિયાન શ્રીલંકાના અમ્પાયર ધર્મસેનાની એક હરકતે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી દીધી છે. તેમના પર ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (DRS) લેતા પહેલા ઈંગ્લેન્ડના ખેલાડીઓ તરફ ઈશારો કરીને ક્રિકેટના નિયમનું ઉલ્લંઘન કર્યું છે. મેદાનમાં બનેલી આ ઘટનાનો વીડિયો વાઈરલ થતા ક્રિકેટ ફેન્સ અમ્પાયરની નિષ્પક્ષતા પર સવાલો ઉઠાવી રહ્યા છે. 

ભારતની પહેલી ઈનિંગ દરમિયાન ઈંગ્લેન્ડ ફાસ્ટ બોલર જોશ ટંગનો બોલ બેટર સાઈ સુદર્શનને પેડમાં વાગ્યો હતો. જેની સામે ઈંગ્લેન્ડના ખેલાડીઓ જોરદાર અપીલ કરી હતી. પરંતુ અમ્પાયરે આઉટ આપ્યો નહતો. આ દરમિયાન ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સ અને ખેલાડીઓએ DRS લેવાનો ઈનકાર કર્યો. જો કે, પછી જે રિપ્લે બહાર આવ્યું છે તેનાથી બધા ચોંકી ગયા. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે સાઈ સુદર્શનના બેટને હળવો સ્પર્શ કર્યા પછી બોલ પેડ પર વાગ્યો હતો. એટલે કે, જો ઈંગ્લેન્ડ ટીમે ડીઆરએસ લીધો હોત, તો બેટર આઉટ થઈ શક્યો હોત.

નોંધનીય છે કે, એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં ઈંગ્લેન્ડ DRS લે તે પહેલાં જ શ્રીલંકાના અમ્પાયર ધર્મસેનાના હાથ દ્વારા ઈશારા કરે છે, જેને ઈનસાઈડ એજનો સંકેત માનવામાં આવી રહ્યો છે. અમ્પાયરે બોલર તરફ જોતા થોડો હાથ હલાવ્યો હતો, જેને ઈંગ્લેન્ડની ટીમ કદાચ ઈનસાઈડ એજ માનીને ડિસિઝન રિવ્યુ સિસ્ટમનો ઉપયોગ ના લીધો. 

ICCના નિયમો અનુસાર, DRSના નિર્ણય પહેલાં અમ્પાયર બેટર કે બોલરને કોઈ પણ ઈશારો કરી શકતા નથી, જે તેમને પ્રભાવિત કરી શકે. આવી સ્થિતિમાં ક્રિકેટ ફેન્સ અમ્પાયર ધર્મસેનાની હરકતને અન્યાયી સહાય ગણાવીને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

ભારતના અનુભવી અમ્પાયર અનિલ ચૌધરીએ ધર્મસેનાનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું, ‘આ અજાણતાં ભૂલ થઈ હોય. અમ્પાયરો પણ માણસ છે અને આવી હરકતો દબાણ હેઠળ થઈ શકે છે. કારણ કે ધર્મસેના ખૂબ જ અનુભવી અમ્પાયર છે.’

Leave a comment

Trending