અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના પેથોલોજી વિભાગના પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડો. જય પટેલે લિમ્ફોમાં કેન્સરના ભાગ્યેજ જોવા મળતા જુદા જુદા પ્રકારના કેસો ઉપર પ્રસ્તુત કરેલા પોસ્ટર પ્રેઝન્ટેશનને રાજ્યભરમાંથી દ્વિતીય ક્રમાંક હાંસલ કર્યો છે. સમગ્ર રાજ્યની મેડિકલ કોલેજમાંથી ૨૫ પ્રતિસ્પર્ધીઓની હરીફાઈ માટે અંતિમ પસંદગી કરવામાં આવી હતી.
ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) અમદાવાદ ખાતે સાતત્ય મેડિકલ શિક્ષણ (CME)ઉપર આયોજિત એક કોન્ફરન્સમાં આ ઘોષણા કરવામાં આવી હતી. આસિ.પ્રોફે.ડો.પાયલબેન કલ્યાણીએ લિમ્ફોમાં કેન્સરના અભ્યાસ માટે કેસ પ્રસ્તુતી અંગે દ્વિતીય વિજેતાને માર્ગદર્શન આપ્યું હતું. તેમજ તેમણે જ કેન્સરના કેસ અંગે બાયોપ્સી દ્વારા નિદાન કર્યું હતું.
પેથોલોજી હેડ ડો.જીગ્નાબેને કહ્યું કે, આ સેમિનારમાં ભાગ્યેજ જોવા મળતા કેસ ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં થાઈરોડ ગ્લેન્ડ, ટેસ્ટિસ અને બ્રોન્કસમાં લિમ્ફોમાનો સમાવેશ થાય છે. આ જ્વલેજ જોવા મળતા કેસનું ચીફ મેડિ.સુપ્રિ.અને ENT વિભાગના હેડ ડો.નરેન્દ્ર હિરાણી તેમજ ઓન્કો સર્જન ડો.હેત સોની દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું.
આ કેસના સફળ નિદાન, સર્જરી અને સારવાર રાજ્ય સ્તરે પસંદગી પામતા બીજો નંબર હાંસલ થયો હતો.






Leave a comment