SCO શિખર પરિષદમાં મોદીએ વિશ્વને ત્રાસવાદનો સામનો કરવા એલાન કર્યું

શાંધાઈ-કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની શિખર પરિષદમાં ચીનના પ્રમુખ શી-ઝિનપિંગે આપેલાં ઉદ્ઘાટન પ્રવચન પછી મોદીને તુર્ત જ બોલવા ઉપસ્થિત સભ્યો પૈકી લગભગ તમામે અનુરોધ કર્યો હતો.

ભારતના વડાપ્રધાને તેઓનાં વક્તવ્યમાં કોઈ પણ દેશનું નામ લીધા સિવાય આતંકવાદને પુષ્ટિ આપનારા અને તેને પનાહ આપનારાઓનો પણ વિરોધ કરવાનો અનુરોધ કરતાં, પહેલગાંવ હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. સાથે વિશ્વ સમાજને આતંકવાદનો સામનો કરવા એક જૂથ બની ઊભા રહેવા અનુરોધ કર્યો હતો. તેઓએ કહ્યું, ત્રાસવાદ અને આતંકવાદ માનવતા સામેના બે સૌથી મોટા પડકારો છે. આ બંને જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી કોઈ પણ દેશ પોતાને સલામત નહીં માની શકે. મોદીનાં આ કથનો સમયે પરિષદમાં ઉપસ્થિત રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફનું મોં પડી ગયેલું લાગતું હતું, તેઓ છોભિલા પડી ગયા હોય તેમ સ્પષ્ટ દેખાતું હતું.

વડાપ્રધાને આગળ કહ્યું, આપણે પહેલગાંવમાં આતંકવાદનું અત્યંત વરવું સ્વરૂપ જોયું છે. જ્યાં ૨૬ નિર્દોષ સહેલાણીઓની તદ્દન અકારણ ક્રૂર હત્યા કરવામાં આવી હતી. વાસ્તવમાં ત્રાસવાદ સામે આપણે સર્વએ ત્રાસવાદ સરહદને પેલે પારથી ઘૂસાડવામાં આવેલા ત્રાસવાદને વખોડી કાઢવો જોઈએ. તેને ખતમ કરવો જોઈએ તેમાં કોઈ બાંધ-છોડ આવી શકે તેમ નથી. આ સાથે મોદીએ વિશ્વના નેતાઓને ભારતની વિકાસ યાત્રામાં સહભાગી થવા આમંત્રણ આપ્યું હતું. અને કહ્યું હતું કે ભારત ત્રણ સિદ્ધાંત ધરાવતા મંત્રને અનુસરે છે. રીફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ અમે એક એક પડકારને અવસરમાં ફેરવી નાખ્યો છે.

શાંઘાઈ કોઓપેરશન ઓર્ગેનાઈઝેશન પરિષદનું ઉદ્ઘાટન કરતાં ચીનના પ્રમુખ શીએ યુએનની કાર્યવાહીનું રક્ષણ કરવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, વાસ્તવમાં યુએને જ એકધુ્રવીય વ્યવસ્થાને સ્થાને બહુ ધુ્રવીય વ્યવસ્થા રચવામાં સહાય કરવી જોઈએ અને બહુધુ્રવીય વ્યાપાર વ્યવસ્થા સ્થાપવા સક્રિય બનવું જોઈએ. આ સાથે તેઓએ કહ્યું, એસ.સી.ઓના સભ્ય દેશોમાં ચીન ૧૦૦ જેટલી વિકાસ પરિયોજનાઓ શરૂ કરવા માગે છે, તેનો હેતુ શાંઘાઈ કોર્પોરેશનના સભ્ય દેશોમાં લોકોનું જીવનધોરણ ઊંચું લાવવાના અને અસમાનતા દૂર કરવાનો છે.

આ શિખર પરિષદમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ઉપસ્થિત હતા. ત્યારે પુતિન અને વડાપ્રધાન મોદી પરસ્પરને ભેટયા હતા, અને કેટલોક સમય વાતચીત પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે પુતિન પોતે અંગ્રેજી ભાષા સારી રીતે જાણે છે. તેથી બંને વચ્ચે ખુલ્લાં મને વાતચીત થતી હતી. ત્યારે પણ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ છોભીલા બની બંનેને વાતચીત કરતા જોઈ રહ્યા હતા. એવું લાગે છે કે આ શિખર પરિષદમાં જેને પાક. પોતાનું મિત્ર માને છે તે સહિત લગભગ કોઈએ શરીફનો ભાવ પૂછ્યો ન હતો. SCOના લગભગ તમામ સભ્યોએ પહેલગાંવ હુમલાને વખોડી કાઢ્યો હતો.

Leave a comment

Trending