જી. કે. જન. હોસ્પિ.ની બ્લડબેંક મારફતે ૫૫૭ યુનિટ રક્ત એકત્રિત કરાયું

વીતેલા શ્રાવણમાં ઉપવાસ, તહેવારો અને મેળાઓ વચ્ચે પણ રક્તદાતાઓ આગળ આવ્યા

હોસ્પિટલો  લોહીની આવશ્યકતાને પહોંચી વળે એ માટે સમાજના વિવિધ એકમો આગળ આવી રકતદાનની પહેલ કરે છે,એ મુજબ અદાણી સંચાલિત GAIMS જી. કે. જન હોસ્પિટલની બ્લડબેંકે ગત ઓગસ્ટમાં એકત્રિત કરેલા કુલ બ્લડ યુનિટના ૬૦ ટકા જેટલું લોહી જુદી જુદી સામાજિક સંસ્થાઓએ પૂરું પાડ્યું છે.

ઑગષ્ટ મહિનો પવિત્ર શ્રાવણ માસ હોવાથી રાષ્ટ્રીય અને  ધાર્મિક તહેવારો, ઉપવાસ તેમજ મેળા મલાખડાથી ભરપૂર હોવા છતાં સંસ્થાઓએ આગળ આવી રક્તદાતાઓને પ્રેરિત કર્યા અને આ મહાદાન કર્યું એ બદલ તમામ રક્તદાતાઓનો આભાર માનતા અત્રેની બ્લડબેંકના હેડ ડૉ.જિગ્નાબેન ઉપાધ્યાયે કહ્યું કે,ભુજની બ્લડબેંક અને સંસ્થાઓ દ્વારા કુલ ૫૫૭ પૈકી સંસ્થાઓએ ૩૦૬ યુનિટ રક્ત આપ્યું છે.

બ્લડબેંકના ડો.સુમનબેન ખોજાએ જણાવ્યું કે,હોસ્પિટલના ઇન હાઉસ બ્લડબેંકમાં માસ દરમિયાન ૨૫૧ રક્તદાતાઓએ પણ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું.જે દર્દીઓ માટે  આશીર્વાદ સમાન પુરવાર થાય છે.

ગત મહિનામાં સેવા સાધના રતનપર ખડીર પંથક ,બ્રહ્માકુમારી વિશ્વ વિધાલય અને લાયન્સ હોસ્પિટલ ભુજ,  માંડવી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને બ્રહ્માકુમારી વિશ્વ વિધાલય ભુજ મારફતે આયોજિત રક્તદાન કેમ્પમાં જી.કે.બ્લડબેંકની ટીમે જોડાઈ રક્ત એકત્રિત કર્યું હતું.  આ રક્તદાનમાં ૫૩ યુનિટ લોહી સાથે બહેનોનું પણ યોગદાન રહ્યું હતું,એમ બ્લડબેંકના કાઉન્સેલર દર્શન રાવલે કહ્યું હતું.

Leave a comment

Trending