ICC રેન્કિંગમાં ઝિમ્બાબ્વેના સિકંદર રઝા બન્યો નંબર 1 વનડે ઓલરાઉન્ડર

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા ખેલાડીઓના રેન્કિંગમાં ફેરફાર કરાયો છે. ઝિમ્બાબ્વેના અનુભવી ઓલરાઉન્ડર સિકંદર રઝા નંબર વન વનડે ઓલરાઉન્ડર બની ગયો છે. તેના ખાતામાં હાલમાં 302 રેટિંગ પોઈન્ટ છે. રઝા અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર મોહમ્મદ નબી (292 પોઈન્ટ) અને અજમતુલ્લાહ ઉમરજાઈ (296 પોઈન્ટ)ને પછાડી ટોચના સ્થાને પહોંચ્યો છે. નબી ત્રીજા અને ઉમરજાઈ બીજા સ્થાને છે. રઝાએ હાલમાં જ શ્રીલંકાની સામે બે વન-ડે મેચમાં સિરીઝમાં 92 અને 59 રનની ઇનિંગ રમી હતી. તેણે એક વિકેટ પણ લીધી હતી. 39 વર્ષીય રઝા હવે બેટ્સમેનના રેન્કિંગમાં નવમાં સ્થાનથી 22માં સ્થાને પહોંચ્યો છે. 

ઝિમ્બાબ્વેની સામે હરારે સ્પોર્ટસ ક્લબમાં બંને વન-ડે જીતનાર શ્રીલંકાના ખેલાડીઓએ પણ છલાંગ લગાવી છે. પથુમ નિસાંકા (654 પોઈન્ટ) બેટિંગ રેટિંગમાં સાતમાં સ્થાનેથી 13માં સ્થાને પહોંચ્યો. તેણે સિરીઝમાં 122 અને 76 રનોની ઇનિંગ રમી છે. જનિથ લિયાનાગે 13 સ્થાનેથી 29માં સ્થાને પહોંચ્યો. બોલિંગ રેન્કિંગમાં અસિથ ફર્નાડો 31 રેન્ક પર અને દિલશાન મદુશંકા 52માં સ્થાને પહોંચ્યા. દક્ષિણ આફ્રિકાના સ્પિનર બોલર નંબર 1 વનડે બોલર છે. તેણે ઈંગ્લેન્ડ સામેની પહેલી વનડેમાં ચાર વિકેટ લઈને 31 રેટિંગ મેળવી લીધી છે. ભારતના શુભમન ગિલ પણ નંબર-એક વનડે બેટ્સમેન છે તેના 784 પોઈન્ટ છે.

અફઘાનિસ્તાના ખેલાડી મોહમ્મદ નબી જ્યાં T20 ઓલરાઉન્ડર રેન્કિંગમાં હાર્દિક પંડયાની નજીક પહોંચ્યો છે. નબી 231 પોઈન્ટની સાથે બીજા સ્થાને છે, ત્યારે હાર્દિકના ખાતામાં 252 પોઈન્ટ છે. નબીએ શારજાહમાં ગયા અઠવાડિયે ત્રણ મેચમાં ચાર વિકેટ લીધી હતી. જણાવી દઈએ કે, અફઘાનિસ્તાનની ટીમ આ દિવસોમાં T20 ઇન્ટરનેશનલ ટ્રાઇ સિરીઝ રમી રહી છે, જેમાં પાકિસ્તાન પણ સામેલ છે. અફઘાનિસ્તાનના ઇબ્રાહિમ જારદાનમાં 11 સ્થાન ઉપર 22માં સ્થાને આવી ગયો છે.

Leave a comment

Trending