ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાં 1 સપ્ટેમ્બરના રોજ પૂર્વ કોન્ટ્રાક્ટ કર્મચારીએ કથિત રીતે ઓફિસમાં તોડફોડ કરી હતી અને બહાર પાર્ક કરેલા વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. સમગ્ર ઘટના બાદ યુનિવર્સિટીએ પરિપત્ર જાહેર કરીને આઈકાર્ડ વિના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે યુનિવર્સિટીના ગેટ બહાર આઈડી કાર્ડ ચેક કરીને એન્ટ્રી આપવામાં આવી હતી.
ગુજરાત યુનિવર્સિટીના મેઈન ગેટ આગળ સિક્યુરિટી બેસાડવામાં આવ્યા છે અને યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ આઈડી કાર્ડ ચેક કરવામાં આવ્યા હતા. જોકે, કેટલાક વિદ્યાર્થી પાસે આઈકાર્ડ ન હોવાથી આઈડી ફરજિયાત હોવાનું જણાવીને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં સઘન સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં આરોપીએ બોટની વિભાગમાં અંદર ઘૂસીને ઓફિસના ફર્નિચરની તોડફોડ કરી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, તેણે બહાર પાર્ક કરેલી ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા. આરોપીની ઓળખ તેજસ પટેલ તરીકે થઈ હતી, જેણે આશરે ચાર-પાંચ વર્ષ પહેલાં બોટની વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કર્યું હતું. તેને કથિત રીતે એક હેરાનગતિના કેસને કારણે નોકરી પરથી દૂર કરવામાં આવ્યો હતો.






Leave a comment