112 ઇમરજન્સી સેવા માટે કચ્છ પૂર્વમાં નવા વાહનો

કચ્છ જિલ્લાના પૂર્વ વિભાગમાં લોકોની સુરક્ષા અને ત્વરિત મદદ માટે 112 ઇમરજન્સી હેલ્પલાઇન સેવા હેઠળ 5 નવા વાહનો કાર્યરત કરવામાં આવ્યા છે. આ વાહનોને ગાંધીધામ ખાતે પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બગમારે લીલી ઝંડી આપી પ્રજા સેવાર્થે સમર્પિત કર્યા હતા.

એસપી કચેરી ખાતે પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, ગુજરાત સરકારે રાજ્યના દરેક જિલ્લામાં 112 ઇમરજન્સી હેલ્પલાઇન સેવા માટે નવા વાહનોની ફાળવણી કરી છે. આ વાહનો દ્વારા કોઈપણ કટોકટીના સમયે નાગરિકોને તાત્કાલિક પોલીસ સહાય પૂરી પાડવામાં આવશે.

નવા વાહનોના કારણે પોલીસ ટીમ કોઈપણ ફરિયાદ કે ઘટના સ્થળે વધુ ઝડપથી પહોંચી શકશે. આ પહેલથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે તેમજ લોકોને કટોકટી સમયે ત્વરિત મદદ મળી રહેશે.

Leave a comment

Trending