અદાણી ફાઉન્ડેશન અને મુન્દ્રા પેટ્રોકેમ લિ.ના સહયોગથી ઝરપરા ગામની કન્યા પ્રાથમિક શાળામાં અત્યાધુનિક બાલવાટિકાનું નિર્માણ કરવામાં આવ્યું

અદાણી ફાઉન્ડેશન મુન્દ્રા અને માંડવી તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે. શાળાઓના માળખાગત સુવિધાઓ, શુદ્ધ પીવાનું પાણી, બેન્ચ-ડેસ્ક, સ્માર્ટ ક્લાસરૂમ, શિક્ષકો અને નવીન શિક્ષણ પદ્ધતિઓ દ્વારા ફાઉન્ડેશન બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત પ્રયાસશીલ છે.

આ શ્રેણીમાં, અદાણી ફાઉન્ડેશન અને મુન્દ્રા પેટ્રોકેમ લિ.ના સહયોગથી ઝરપરા ગામની કન્યા પ્રાથમિક શાળામાં અત્યાધુનિક બાલવાટિકાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બાલવાટિકા રૂમને આકર્ષક ચિત્રો, કાર્ટૂન, શૈક્ષણિક માહિતી અને રમત-ગમતના સાધનોથી સજ્જ કરવામાં આવ્યો છે, જે બાળકો માટે આનંદદાયક અને શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડે છે. આ પહેલથી ઝરપરા ગામની બાલિકાઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે અને તેઓ આત્મવિશ્વાસ સાથે આગળ વધશે.

આ બાલવાટિકાનું લોકાર્પણ અદાણી ફાઉન્ડેશન, શાળાના આચાર્ય, શિક્ષકો, ગ્રામજનો અને શાળા વ્યવસ્થાપન સમિતિની ઉપસ્થિતિમાં ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યું. આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના ગુજરાત CSR હેડ પંક્તિબેન શાહે જણાવ્યું, “ઝરપરાની આ બાલવાટિકા એક રોલ મોડેલ છે, આગામી સમયમાં મુન્દ્રા તાલુકાની અન્ય શાળાઓમાં પણ આવા પ્રયાસોને વેગ આપીશું , જેના દ્વારા શિક્ષણનું સ્તર ઉંચું લાવવાનો અમારો પ્રયાસ રહેશે

અદાણી ફાઉન્ડેશનના પ્રતિનિધિએ બાલિકાને આ નવા વર્ગખંડમાં પ્રવેશ કરાવ્યો, જ્યાં બાળકો ખુશીથી ઝૂમી ઉઠ્યા. શાળાના આચાર્ય અને SMC સભ્યોએ અદાણી ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું, “અદાણી ફાઉન્ડેશન શાળાની જરૂરિયાતો પૂરી કરવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. આ બાલવાટિકા અમારી શાળા માટે ગૌરવની વાત છે.

અમે હંમેશા અદાણી ફાઉન્ડેશનના ઋણી રહેશું, આ પહેલ ઝરપરા ગામ અને શાળા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે, જે અન્ય શાળાઓ માટે પ્રેરણારૂપ હંમેશા બનશે. જે અન્ય શાળાઓ માટે પ્રેરણારૂપ બનશે. આ પહેલ દ્વારા દર વર્ષે મોટી સંખ્યામાં બાલિકાઓ આ આધુનિક વર્ગખંડમાંથી શિક્ષણ મેળવી, ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધશે.

Leave a comment

Trending