જીકે જન. હોસ્પિ.ના ENT વિભાગને શ્રેષ્ઠ તબીબી સારવાર માટે “ઇકોનોમિક ટાઇમ્સ હેલ્થ કેર ૨૦૨૫” એવોર્ડ એનાયત

કચ્છમાં વૈશ્વિક અને એડવાન્સ ટેકનોલોજી આધારિત  ઉચ્ચ કક્ષાની સારવાર (એક્સલેન્સ  ઇન ક્લિનીકલ સર્વિસ) ઉપલબ્ધ બનાવવાના ઉપલક્ષમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપના ઇકોનોમિક ટાઇમ્સ દ્વારા આ એવોર્ડ  અપાયો

અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના (ENT )વિભાગને કચ્છ જેવા સરહદી વિસ્તારના દર્દીઓને એડવાન્સ ટેકનોલોજી આધારિત વૈશ્વિક કક્ષાની તબીબી સારવાર (એક્સલેન્સ  ઇન ક્લિનીકલ સર્વિસ)ઉપલબ્ધ બનાવવાના ઉપલક્ષમાં  ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપના ઇકોનોમિક ટાઇમ્સ દ્વારા ‘ઇકોનોમિક ટાઈમ્સ હેલ્થ કેર એવોર્ડ ૨૦૨૫’  એનાયત કરવામાં આવ્યો છે.

નવી દિલ્હી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં હોસ્પિટલના ઈ.એન.ટી. વિભાગના હેડ અને ચીફ મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ ડોક્ટર નરેન્દ્ર હિરાણીએ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો. બાલાજી પિલ્લઈ અને આસિ. ડીન ડો. અજિત  ખીલનાની  ઉપસ્થિતિમાં આ એવોર્ડ સ્વીકાર્યો હતો. આ એવોર્ડની વિશિષ્ટતા એ છે કે દેશના વેસ્ટ ઝોન વિભાગમાં  એક માત્ર કચ્છને આ પ્રતિષ્ઠિતે એવોર્ડ પ્રાપ્ત થયો છે.

ડો. હિરાણીએ આ પ્રસંગે કહ્યું કે, જી.કે. માં કાન, નાક અને ગળાની સારવાર લેવા આવતા દર્દીઓને શ્રેષ્ઠ તબીબી સેવા મળી રહે એ માટે એડવાન્સ ટેકનોલોજીના સથવારે નિદાન, સારવાર, ઓપરેશનમાં સૂક્ષ્મ ચોકસાઈ અને અંતમાં તાત્કાલિક રિકવરી પ્રાપ્ત થાય એ માટેના ખંતપૂર્વકના પ્રયાસો આ એવોર્ડ પાછળના મુખ્ય પરિબળો છે. 

આ ઉપરાંત આધુનિક ઓપરેશન થિયેટરની ઉપલબ્ધિ સાથે એન્ડોસ્કોપિક અને માઈક્રોસ્કોપિક સર્જરી, ચકકર આવવા જેવી સ્થિતિમાં સારવાર, પ્લાસ્ટિક સર્જરી અને ખાસ કરીને સ્કલ બેઝ્ડ સર્જરી મુખ્ય ભાગ છે.

કચ્છ જેવા દુર્ગમ અને આર્થિક રીતે નબળા વર્ગોના લોકોને ઉચ્ચ ટેક્નોલોજી તબીબી ક્ષેત્રે મળતી થાય  એ માટે આ મોટી સેવા ગણાઇ હતી.સાથે  દેશમાં પ્રથમ પી.પી.પી. અર્થાત પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ કક્ષાની તબીબી સેવા  એક  સફળ પ્રયોગ છે. એટલેજ કચ્છમાં મોટા પાયે આ વિભાગમાં લોકો સારવાર માટે આવે છે.

Leave a comment

Trending