હૃદય એકાએક ધડકવાનું ચૂકી જાય અને સમયસર  સીપીઆર મળી જાય તો  માનવી મૃત્યુના દ્વારેથી પાછો ફરી શકે

અદાણી સંચાલિત GAIMS જી. કે. જન. હોસ્પિ.ના ઇમરજન્સી અને રેસ્પી. ટીમે ૪૪ વર્ષિય દર્દીની રાતભર વેન્ટિ.અને ઘનિષ્ટ ઇમરજન્સી મેડિ.મેનેજમેન્ટ કરી જીવ બચાવ્યો

જો માનવીનું હૃદય એકાએક ધડકવાનું ચૂકી જાય અને સમયસર તેમજ યોગ્ય રીતે સીપીઆર  (કાર્ડિયો પલ્મોનરી સીસુસીએસન) મળી જાય અને ત્યાર પછીની જરૂરી સારવાર ઉપલબ્ધ બને તો  માનવી મૃત્યુના દ્વારેથી પાછો ફરી શકે છે,તેનું વધુ એક ઉદાહરણ અદાણી સંચાલિત GAIMS જી. કે.જનરલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગે પૂરું પાડ્યું છે.

જી.કે.ના ઇમરજન્સી વિભાગમાં ૪૪ વર્ષીય દર્દી છાતીમાં ભાર, શ્વાસોચ્છવાસની ગંભીર તકલીફ,અતિ પરસેવો થવાની ફરિયાદ સાથે પ્રવેશ કર્યો એ સાથે જ તેના હૃદયના ધબકારા બંધ થઈ ગયા અને તે બેભાન થઈ જતા જ સ્થિતિએ અણધાર્યો વળાંક લીધો.ઇમરજન્સી વિભાગના ડો.સંકેત પટેલ,ડો. શિવમ ભાનુશાલી અને ડો.રાહુલસિંહ જાડેજાની બનેલી ટીમ તથા મેડિસિન અને રેસ્પીરિટરી ટીમે સમય પારખી જતાં સંકલિત રીતે સીપીઆર શરું કર્યું.સાથે સાથે દર્દીને વેન્ટિલેટર અને ઇન્ટેન્સિવ મેનેજમેન્ટ સપોર્ટ આપવામાં આવ્યા એ સાથેજ  હૃદયે ધબકવાનું શરું કર્યું અને જીવ બચી ગયો.

આ ઘટનાક્રમ આખી રાત ચાલ્યો અને ઇમરજન્સી વિભાગની સીધી દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી.હૃદયે ધડકવાનું શરૂ કરતા બીજા દિવસે દર્દીને રેસ્પીરિટરી આઇસીયુ સારવાર શરૂ કરાઈ. જયાં ડો.કલ્પેશ પટેલ, ડો. પાર્થ પટેલ અને ડો. ફોરમ  રૂપારેલે તથા રેસ્પીરિટરી મેડિસિન ટીમે ઘનિષ્ઠ સારવાર શરૂ કરી.

આટલું કર્યા  પછી પણ પણ દર્દીને લાંબી સારવાર આપવાની  જરૂરિયાત જણાતા પ્રથમ ત્રણ દિવસ વેન્ટિલેટ ઉપર, બીજા ત્રણ દિવસ બાયપેપ ઉપર અને વધુ બે દિવસ ઓક્સિજન અને છેલ્લે કોઈ પણ જાતના  સપોર્ટ વિના જ દર્દીએ સરળ રીતે શ્વાસ લેવાનું ચાલુ કરતા હોસ્પિટલમાંથી રજા અપાઈ.તબીબોએ કહ્યું દર્દીને ધૂમ્રપાનની કુટેવ હતી,માટે  હૃદય  અને શ્વાસની બીમારીથી અને લાંબાગાળે કોઈને પણ હૃદય રોગથી બચવું હોય તો ધૂમ્રપાનને દેશવટો આપો.

Leave a comment

Trending