કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં કચ્છ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે આજે સોમવારે (8 સપ્ટેમ્બર) રાત્રે 10 વાગ્યા સુધી કચ્છ અને સૌરાષ્ટ્રના 13 થી વધુ જિલ્લામાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે હવે આવતીકાલ મંગળવાર (9 સપ્ટેમ્બર)થી મેઘરાજા વિરામ લે તેવી શક્યતા વર્તાઈ રહી છે. જોકે, કેટલાક છૂટાછવાયા સ્થળોએ હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે આવતીકાલ(9 સપ્ટેમ્બર)થી રાજ્યમાં વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે. જેમાં કાલે ફક્ત કચ્છ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે.
જ્યારે 9 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના તમામ જિલ્લાના છૂટછાવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. જોકે, આવતીકાલ મંગળવાથી રાજ્યમાં વરસાદ વિરામ લે તેવી શક્યતા છે.






Leave a comment