શિફ્ટ કરાયેલી ટ્રેનોને ફરી અમદાવાદ સ્ટેશન પરથી સંચાલિત કરાશે

અમદાવાદ રેલવે સ્ટેશન પર શરૂ કરાયેલા રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના પુનઃવિકાસ કાર્યોને પગલે પશ્ચિમ રેલવેએ કેટલીક ટ્રેનના ટર્મિનલ અમદાવાદથી હંગામી ધોરણે બદલીને મણિનગર, વટવા અને અસારવા સ્ટેશને શિફ્ટ કર્યા હતા. જો કે, હવે કેટલીક ટ્રેનોના ટર્મિનલ ફરી રાબેતા મુજબ અમદાવાદ સ્ટેશને શિફ્ટ કરાયા છે, તો કેટલીક ટ્રેનોના ટર્મિનલ સાબરમતી સ્ટેશન પર યથાવત્ રખાયા છે.

Leave a comment

Trending