રશિયાથી ઓઈલ ખરીદવા તથા ટ્રેડ ડીલ ન થવાના કારણે ભારત અને અમેરિકા વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. એવામાં હવે અમેરિકાએ ડ્રગ્સની હેરાફેરીના આરોપ લગાવી ભારતના કેટલાક બિઝનેસ તથા કોર્પોરેટ અધિકારીઓના વિઝા રદ કર્યા છે. અમેરિકાનો આરોપ છે કે આ અધિકારીઓ અમેરિકામાં ફેન્ટાનીલની હેરફેરમાં સામેલ હતા.
નોંધનીય છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ડ્રગ્સ તથા નશાકારક પદાર્થોની હેરફેર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. જે હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતમાં અમેરિકાની એમ્બેસીએ આ અંગે પ્રેસ રીલીઝ જાહેર કરી જાણકારી આપતા કહ્યું, કે અમેરિકાના લોકોને ખતરનાક સિન્થેટિક પદાર્થોના ખતરાથી બચાવવા માટે અમુક ભારતીય કંપનીઓના વિઝા રદ કર્યા છે. બિઝનેસ સાથે જોડાયેલા લોકો તથા તેમના પરિવાર અમેરિકાની યાત્રા કરી શકશે નહીં.
ભવિષ્યમાં પણ ફેન્ટાનીલની હેરફેર કરતી કંપનીના અધિકારીઓને ઓળખી તેમને વિઝા આપવામાં આવશે નહીં. અમેરિકાની એમ્બેસીએ નશાકારક પદાર્થોની હેરફેર રોકવામાં સહયોગ માટે ભારત સરકારનો પણ આભાર માન્યો છે.






Leave a comment