અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ અવનવા ચમત્કાર સર્જી રહ્યા છે. તાજેતરમાં અનેક વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત ગોલ્ડ ક્રેસ્ટ એવોર્ડ એનાયત થયા છે. કૃષિ ક્ષેત્રે પરિવર્તનથી લઈને યુવાનો માટે નાણાકીય સાક્ષરતાને પુન: વ્યાખ્યાયિત કરતા તેમના પ્રોજેક્ટને વૈશ્વિકસ્તરે નવાજવામાં આવ્યા છે. આયાન પટેલ અને દવર્ષ ખત્રીની સફળ યાત્રા દર્શાવે છે કે, ક્રાંતિકારી પરિવર્તન માટે ઉંમર કોઈ અવરોધ નથી.
16 વર્ષના વિદ્યાર્થી અયાન પટેલના કૃષિક્ષેત્રના ક્રાંતિકારી પ્રોજેક્ટ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન મળ્યું છે. તેના ક્રાંતિકારી સૌરસિંચાઈ એગ્રીબોટને યુવા-નેતૃત્વ હેઠળ નવીનતા માટે યુકેનો પ્રતિષ્ઠિત ગોલ્ડ ક્રેસ્ટ એવોર્ડ મળ્યો છે. મહેસાણા જિલ્લાના ખેતરોમાં મોટેભાગે પાણીની તંગી હોય છે. ત્યાં ખેડૂત પરિવારના અયાન ક્રાંતિ વાવી રહ્યો છે. આયાનનો કૃષિમિત્ર એગ્રીબોટ પ્રોજેક્ટ ઉત્તર ગુજરાતની સૂકી ખેતીની જમીનને ફળદ્રુપ જમીનમાં પરિવર્તિત કરી રહ્યો છે. અયાને એક સ્થાનિક કંપની સાથે મળીને સૌરસિંચાઈ માટે વાઈ-ફાઈ-મુક્ત, AI-સંચાલિત એગ્રીબોટ બનાવી છે. આ સૌર-સંચાલિત અજાયબી રીઅલ-ટાઇમ ડેટા પહોંચાડી સિંચાઈને શ્રેષ્ઠ બનાવે છે અને જંતુનાશકોના ઉપયોગને ઘટાડે છે.
અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલની ચેન્જમેકર લેબે અયાનના સ્વપ્નને પોષી તેને માર્ગદર્શન અને વ્યવહારુ નવીનતા આપી. તેના પ્રોજેક્ટે 15 લાંવા ખેતરો પરના પરીક્ષણોમાં પાણીનો ઉપયોગ 60-70% ઘટાડ્યો છે, વાર્ષિક 7 મિલિયન લિટર પાણી બચાવ્યું, પાકની ઉપજમાં 30% વધારો કર્યો અને ખર્ચ ઘટાડ્યો છે. કૃષિમિત્રના વ્યાપક પ્રયાસો માટી પરીક્ષણ, કુદરતી મલ્ચિંગ અને 1,800+ માટી પરીક્ષણો સાથે 3,300 ખેડૂતો સુધી પહોંચ્યા છે.
વાત ગોલ્ડ ક્રેસ્ટ-વિજેતા દેવર્ષ ખત્રીની કરીએ તો તેણે પ્રોજેક્ટ ધ રિલેશનશિપ બિટવીન નાઉ, પે લેટર (BNPL) યુસેજ એન્ડ ફાઇનાન્શિયલ લિટરસી, ડિજિટલ ક્રેડિટ પ્લેટફોર્મ ગ્રાહકો પર કેવી અસર કરે છે તેના પર કામ કર્યુ છે. ખાસ કરીને મર્યાદિત નાણાકીય જ્ઞાન ધરાવતા લોકો પર કેવી અસર કરે છે તેમાં સંશોધન કર્યું છે.
ભારતમાં નાણાકીય સાક્ષરતા અને સમાવેશ સર્વે 2023 પર આધારિત દેવર્ષનું સંશોધન દર્શાવે છે કે ઓછી જાગૃતિ કેવી રીતે આવેગજન્ય ખર્ચ અને લાંબા ગાળાની નાણાકીય અસ્થિરતા તરફ દોરી શકે છે. વધુ અગત્યનું છે કે તેમનું કાર્ય વ્યવહારુ ઉકેલો પ્રસ્તાવિત કરે છે. જેમાં BNPL દેવાનું નહીં પણ સશક્તિકરણનું સાધન બને તેની ખાતરી કરવામાં આવે છે.
અયાન માટે, આગળનું પગલું સમગ્ર ગુજરાતમાં SaurSinchAI ને વિસ્તૃત કરવાનું અને ગ્રામીણ યુવાનોને કૃષિ-નવીનતામાં માર્ગદર્શન આપવાનું છે. દેવર્ષ તેના સંશોધનને એક એવા માળખામાં વિસ્તૃત કરી રહ્યો છે જે સરકારની નીતિઓને માહિતી અને દેશભરમાં નાણાકીય સાક્ષરતાને મજબૂત બનાવી શકે છે. આ વિદ્યાર્થીઓની સફળયાત્રા દર્શાવે છે કે પ્રમોટર નમ્રતા અદાણીના માર્ગદર્શન હેઠળ શાળા કેવી રીતે જિજ્ઞાસા, નવીનતા અને વાસ્તવિક દુનિયામાં પરિવર્તન લાવે છે.
રાજ્યની કેટલીક યુનિવર્સિટી અને ધારાસભ્યએ આશાસ્પદ પ્રોજેક્ટને બિરદાવ્યો છે. રાજ્યમાં આ સૌરસિંચાઈના પ્રોજેક્ટને સબસિડી આપવા વધુ વાટાઘાટો ચાલી રહી છે. ADISનો અયાન આશાસ્પદ ભાવિનું તેજસ્વી કિરણ છે. એક કિશોરનું વિઝન ગુજરાતના ખેડૂતો માટે ઉજ્જવળ ભવિષ્યનું સિંચન કરી રહ્યું છે.






Leave a comment