હવે Rupeeમાં નેપાળ, શ્રીલંકા અને ભૂતાનમાં ટ્રેડ

ભારતીય રિઝર્વ બૅંકે(RBI) ‘રૂપિયા’ને લઈને એક એવો નિર્ણય લીધો છે, જેનાથી રૂપિયો એક ગ્લોબલ કરન્સી બની શકે છે. ભારતીય રિઝર્વ બૅંકનું આ પગલું એક સાહસિક નિર્ણય માનવામાં આવી રહ્યું છે.

આરબીઆઇએ ગ્લોબલ ટ્રેડ અને બોર્ડર પાર લોનમાં ભારતીય કરન્સી ‘રૂપિયા’નો ઉપયોગ વધારવાના ઉદ્દેશ્યથી યોજનાની જાહેરાત કરી છે. આ નિર્ણય ફાયનાન્સ સેક્ટરમાં ભારતના પ્રભાવને વધારવાની દિશામાં એક રણનીતિક મોડ હોય શકે છે. આ નવી યોજના હેઠળ કેન્દ્રીય બૅંકે કહ્યું કે, હવે ભારતની બૅંક હવે ભૂતાન, નેપાળ અને શ્રીલંકામાં સરહદ પાર વેપાર માટે બિન-નિવાસીઓને લોન આપી શકે છે.

આ લોન માત્ર વેપાર માટે જ આપવામાં આવશે. આ ફાયનાન્સ અપ્રૂવલથી હવે રૂપિયામાં ભારતની સાથે, ભૂતાન, શ્રીલંકા અને નેપાળમાં બિઝનેસ વધુ થશે, જેનાથી ગ્લોબલ સ્તરે રૂપિયાનો દબદબો વધશે. ભારતીય રિઝર્વ બૅંકે કહ્યું કે, ભારતીય રૂપિયો બેઝ્ડ ઇન્ટરનેશનલ લેવડદેવડને સરળ બનાવવા માટે મુખ્ય વિદેશી ચલણ માટે પારદર્શી દરો રજૂ કરશે.

આરબીઆઇએ એ પણ કહ્યું કે, સ્પેશિયલ રૂપિયા વાસ્ટ્રો એકાઉન્ટ (SRVA) બાકી રકમનો ઉપયોગ વધારી દેવાયો છે. હવે એવા ફંડ કોર્પોરેટ બ્રાંડ અને કોમર્શિયલ સર્ટિફિકેટમાં રોકાણ માટે પાત્ર છે. આ નિર્ણયનો ઉદ્દેશ્ય ટ્રાન્ઝેક્શનમાં રૂપિયાની માગને વધારવા, ડૉલર પર નિર્ભરતા ઘટાડવા અને ભારતના પાડોશીઓ માટે વૈકલ્પિક ફંડિંગ ઓપ્શન રજૂ કરવાનો છે અને સાથે જ સાઉથ એશિયામાં ભારતીય રૂપિયાને એક કમ્પ્ટેટિવ કરન્સી તરીકે સ્થાપિત કરવાનો છે.

આરબીઆઇ ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે, આપણે ઇન્ટરનેશનલ ટ્રેડ માટે ભારતીય રૂપિયાના ઉપયોગમાં સતત પ્રગતિ કરી રહ્યા છીએ. તેમણે આ પ્લાનને સંતુલિત અને અસરકારક ગણાવવામાં આવ્યો છે. આ નિર્ણય વૈશ્વિક અસ્થિરતાના સમયે લેવામાં આવ્યો છે. RBI ભારતના મજબૂત મેક્રો ફંડામેન્ટલ્સ $700 બિલિયન વિદેશી મુદ્રા ભંડાર, મજબૂત સર્વિસ એક્સપોર્ટ અને ઘટતી ચાલુ ખાતાની ખાધનો લાભ ઉઠાવીને આંતરરાષ્ટ્રીય સ્તરે રૂપિયાને મજબૂત બનાવવા માટે પ્રયાસ કરી રહી છે.

આ જાહેરાત 1 ઑક્ટોબરના રોજ મોનેટરી પોલિસી કમિટી(MPC)ની બેઠક દરમિયાન કરવામાં આવી હતી. આ વખતે પણ રેપો રેટ યથાવત્ રહ્યો. રેપો રેટ 5.5 ટકા પર સ્થિર રહ્યો.

Leave a comment

Trending