ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગ પરથી 52 ગેરકાયદેસર પાકા દબાણો હટાવવામાં આવ્યા છે. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને રાહદારીઓની સુવિધા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ દબાણ હટાવ ઝુંબેશ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી શરૂ થઈને સીજે શાહ પેટ્રોલ પંપ સુધીના વિસ્તારમાં કરવામાં આવી હતી. મહાપાલિકાની કાર્યવાહી પહેલા કેટલાક દુકાનદારો અને સ્થાનિક લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કરીને તંત્રને સહયોગ આપ્યો હતો.
આ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોને કારણે વારંવાર ટ્રાફિક જામ થતો હતો અને રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હતી. મહાનગરપાલિકાનો મુખ્ય ઉદ્દેશ આ વિસ્તારને દબાણમુક્ત કરીને ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો છે.મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજ સ્થળ પર હાજર રહીને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ કામગીરીમાં ત્રણ જેસીબી મશીન, બે ટ્રેક્ટર, 15 જેટલા કામદારો અને અધિકારીઓનો કાફલો જોડાયો હતો.






Leave a comment