– સ્ક્રિન સમય વધવાથી બુઝુર્ગો જ નહીં યુવાનો અને બાળકો પણ દૃષ્ટિની સમસ્યાનો સામનો કરે છે
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમની આંખો હંમેશા સાફ, સુથરી, ચમકદાર અને સ્વસ્થ રહે, પરંતુ જીવનશૈલી જ એવી બની ગઈ છે કે, ધીરે ધીરે તે આંખોની રોશનીને એક યા બીજી રીતે ક્ષતિગ્રસ્ત કરે છે. યુવાનો, વયસ્કો અને બુઝુર્ગોની જેમ હવે બાળકોમાં પણ સ્ક્રિન સમય વધવાથી દૃષ્ટિની સમસ્યા વધી છે.
અદાણી સંચાલિત GAIMS જી કે. જનરલ હોસ્પિટલના ચક્ષુ વિભાગના તબીબોના જણાવ્યા મુજબ આજની જીવનશૈલીમાં આંખને નુકસાન પહોંચાડવામાં કોમ્પ્યુટર, મોબાઈલ, ગેઝેટ જોવા અને ટીવીનો હિસ્સો ગણનાપાત્ર છે. અને તેનો ઉપયોગ સમજ્યા વિના કલાકો સુધી કરતા રહેવાથી અને ત્યારબાદ આંખોને ખંજવાળતા રહેવાથી આંખની રોશનીને વધુ નુકસાન કરે છે.
હોસ્પિટલના ચક્ષુ નિષ્ણાત ડો.કવિતાબેન શાહના જણાવ્યા મુજબ શરૂઆતમાં આ બધું સામાન્ય અને નાની બાબત લાગે, પરંતુ આગળ જતાં ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. સંશોધનો એવો નિર્દેશ કરે છે કે, આવું કરતા રહેવાથી આંખમાં ભેજ ઘટે છે અને છેવટે આ આંખના નાજુક ગણાતા લેન્સ અને રેટીના ઉપર તેની માઠી અસર થાય છે, માટે દરેકે શરીરના અણમોલ રતનને જતનપૂર્વક સંભાળવું જોઈએ. એટલેજ વિશ્વ આરોગ્ય સંસ્થાએ વર્ષ ૨૦૨૫ વર્ષ માટે “લવ યોર આઈઝ”નો સંદેશ આપ્યો છે.
હોસ્પિટલના ચક્ષુ નિષ્ણાત ડો.અતુલ મોડેસરના અભિપ્રાય પ્રમાણે આંખની સંભાળ રાખવા અંગે તબીબો કહે છે કે શરીરના આ મહત્વપૂર્ણ ને સંવેદનશીલન અંગને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પ્રાથમિકતા આપવી જરૂરી છે અને આંખમાં કોઈ પણ પરેશાની હોય તો તાત્કાલિક તબીબ નો સંપર્ક કરી નિયમિત તપાસ કરાવી લેવી.સાથે વિટામિન ઈ થી ભરપૂર ગાજર,પપૈયાને ફાઇબર ખોરાકનો ઉપયોગ કરવો.ઉપરાંત વિટામિન સી,ઝીંક,પાંદડાવાળા શાકભાજી, ઓમેગા આધારિત ફ્રુટ્સ ઉપયોગી સાબિત થાય છે.
આંખના તબીબ ડો.નૌરિનબેન મેમણે કહ્યું કે, લાંબા સમય સુધી જાતે તબીબ બની ટીપા નાખીએ તો મોતિયો અને ઝામર નાની ઉંમરમાં થવાની શક્યતા છે.ઓછા પ્રકાશમાં સામેથી લાઈટ આવે તેવી રીતે વાંચન કરવું જોઈએ નહીં અને પ્રકાશ પૂરતો અને પાછળથી આવો જોઈએ.કોમ્પ્યુટર કે મોબાઈલ ઉપર એકધારું કામ કરતી વખતે આંખને વચ્ચે વચ્ચે આરામ આપી અને આંખ ખોલ બંધ કરવી જોઈએ જેથી કરીને આંસુનું પડળ નોર્મલ થઈ જાય અને આગળ નુકસાન થતું અટકી શકે છે.
ત્રાંસી આંખ પણ ઘણા કિસ્સામાં વગર ઓપરેશને સારી થઈ શકે છે તો નાના બાળકને આવી ઉણપ હોય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક સાધવો જોઈએ.બાળકો,બુઝૂર્ગો, બી.પી અને ડાયાબિટીસના દર્દીઓએ તો ખાસ સંભાળવું.






Leave a comment