ગાઝામાં શાંતિ કરાર પર હસ્તાક્ષર બાદ હમાસે 8 લોકોને ગદ્દાર ગણાવી માથામાં ગોળી મારી

ગાઝામાં શાંતિ પ્રસ્તાવ ઇજિપ્તની ધરતી પર સ્વીકારવામાં આવ્યો છે, જેમાં અમેરિકા, તૂર્કિયે અને કતાર મુખ્યત્વે સામેલ હતા. આ ઉપરાંત, ઘણા અન્ય દેશોએ પણ સંમતિ આપી છે અને ઇઝરાયલની પણ મંજૂરી છે. યુદ્ધવિરામની જાહેરાત થઈ ગઈ છે અને હમાસે પણ શસ્ત્રો છોડવા માટે સંમતિ દર્શાવી છે. આમ છતાં, જમીની સ્તર પર સ્થિતિ અલગ જ દેખાઈ રહી છે. 

હમાસનો સોમવાર સાંજનો ગણાતો એક નવો વીડિયો બહાર આવ્યો છે. તેમાં જોવા મળે છે કે હમાસના શસ્ત્રધારી કમાન્ડરોએ 8 લોકોને ઘૂંટણિયે બેસાડીને ગોળી મારી દીધી. આ તમામ લોકોના હાથ બાંધેલા હતા અને આંખો પર પણ પટ્ટી બાંધેલી હતી. પછી તેમને ફરજિયાતપણે ઘૂંટણિયે બેસાડવામાં આવ્યા અને તેમના માથામાં ગોળી મારી દેવામાં આવે છે.

ગોળીઓના આ ધડાકા વચ્ચે, ત્યાં હાજર ભીડમાંથી ‘અલ્લાહ હુ અકબર’ના નારાનો અવાજ સંભળાય છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાઇરલ છે, જેને શેર કરવો પણ મુશ્કેલ છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે હમાસના લડાયકોએ આ લોકો પર ઇઝરાયલ સાથે મળી જવાનો આરોપ મૂક્યો હતો. 

હમાસે ગાઝા પર પોતાનો નિયંત્રણ મજબૂત કરવા માટે આ કાર્યવાહી કરી છે. જો આ હકીકત હોય, તો તે શાંતિ સમજૂતીની શરતોનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાય અને ઇઝરાયલ માટે પણ પડકારરૂપ બને. ઇઝરાયલે અગાઉ જ કહી દીધું હતું કે યુદ્ધવિરામ માટે હમાસે કાં તો હથિયાર છોડવા પડશે અથવા ગાઝા છોડવું પડશે. હાલમાં, હમાસ આ બંનેમાંથી કોઈ પણ શરતનું પાલન કરતો હોય તેવું લાગતું નથી.

વાઇરલ ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે જે લોકોને મારવામાં આવ્યા તેમને રસ્તા પર ઘૂંટણિયે બેસાડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની સખત મારપીટ કરવામાં આવી અને પછી દરેકના માથામાં ગોળી મારીને તેમની હત્યા કરી દેવામાં આવી. કત્લ કરવાની આ અત્યંત ક્રૂર રીત ઇસ્લામિક સ્ટેટ(ISIS)ની રીત જેવી જ છે. ISIS પણ હત્યાઓને આ જ રીતે અંજામ આપતું હતું. 

વીડિયોમાં દેખાય છે કે હમાસના કમાન્ડરોએ લીલા રંગનો સ્કાર્ફ પહેરેલો છે, જે હમાસની ઓળખ છે. આ દરમિયાન લોકોની ભીડ સતત ‘અલ્લાહ હુ અકબર’ના નારા લગાવતી રહે છે. હમાસે એક નિવેદન દ્વારા જણાવ્યું છે કે જે લોકોની હત્યા કરવામાં આવી તે ગુનેગાર હતા અને ઇઝરાયલ સાથે જોડાયેલા હતા. જોકે, તેમના તરફથી આ વાતના સમર્થનમાં કોઈ પુરાવા આપવામાં આવ્યા નથી.

Leave a comment

Trending