જી. કે. જન  હોસ્પિ.ના ખોરાક નિષ્ણાતોએ વિશ્વ ફૂડ ડે  નિમિતે દાખલ દર્દીઓને આરોગ્યપ્રદ ખોરાક લેવા આપ્યું માર્ગદર્શન

અદાણી સંચાલિત GAIMS જી.કે. જનરલ હોસ્પિટલમાં વિશ્વ ખોરાક દિવસ (૧૬ઓકટો) નિમિતે હોસ્પિટલના ડાયટ વિભાગ દ્વારા વોર્ડમાં દાખલ દર્દીઓને આરોગ્ય અને ખોરાક અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે,હમેંશા ખોરાકમાં ભારતીય ભોજન આરોગો, કેમકે આપણું પરંપરાગત ભોજન સાચા અર્થમાં સ્વાસ્થ્યનો ખજાનો છે.

હોસ્પિટલના ખોરાક નિષ્ણાતોએ સામુહિક ને વ્યક્તિગત ધોરણે ઉપયોગી કાઉન્સેલિંગ અને પરામર્શ કરતાં સલાહ આપી હતી કે, તાજું,ઋતુપ્રસંગિક અને સ્થાનિક ખોરાક માત્ર શરીરને જ નહીં પરંતુ મનને પણ તંદુરસ્ત અને પ્રફુલ્લિત રાખે છે.દરેકની થાળી રંગીન હોવી જોઈએ જેમાં અનાજ,દાળ,શાકભાજી,દૂધ અને ઋતુપ્રમાણે ફળ હોવા જોઈએ.પણ તૈયાર ખોરાક,ફાસ્ટ ફૂડ,બજારુ ખોરાકથી તો દૂર જ રહેજો એવી અપીલ કરી હતી.

જી.કે. ના ખોરાક નિષ્ણાત પૃથ્વીબેન લખલાણી અને સોનુબેન યાદવે વિશ્વ ખોરાક દિન નિમિતે દર્દીઓને જ નહીં પ્રત્યેક નાગરિકોને વધુમાં અનુરોધ કરતાં ઉમેર્યું કે,શરીરને અનુકૂળ આહાર શરીર માટે ઇંધણ છે.ખોરાક એ જ દવા હોવાથી તે બીમારીથી દૂર રાખશે અને  બીમારને સવેળા સાજા કરશે.તેમણે પ્રસૂતા માતાઓ,બાળકો અને ખાસ કરીને વડીલોએ આહાર પ્રત્યે કાળજી રાખવી જોઈએ જેથી ભાવિ પેઢીને સ્વસ્થ રાખવાનો આધાર તૈયાર થશે.

વિવિધતાથી ભરેલું ભારતીય ભોજન એટલે આરોગ્યપ્રદ, અનેકવિધ પૌષ્ટિક મસાલાથી બનેલું પરિપૂર્ણ  હોવાથી આજે આખી દુનિયા ભારતીય ભોજનને સમજવા ઉત્સુક છે,પરંતુ કેટલાક સમયથી સુગર  અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધતાં સ્વાસ્થ્ય સબંધી ચિંતા વધી છે,એટલેજ સ્વાસ્થ્ય વિશેષજ્ઞ પારંપરિક ભોજન ઉપર ભાર આપે છે.શરીરની અસંખ્ય કોશિકાઓ માંસપેશી અને અંગ ઉપાંગો પોષક તત્વોની જરૂર પડે છે,જે ભારતીય ભોજનમાંથી જ મળી શકે,એમ તન્વીબેન ઠક્કરે આ દિવસે જણાવ્યું હતું.

Leave a comment

Trending