આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્રાંતિ વચ્ચે અમેરિકાની ચિપ નિર્માતા કંપની NVIDIAએ એક નવો માઇલસ્ટોન હાંસલ કર્યો છે. મંગળવારે કંપનીનું માર્કેટ કેપ 5 ટ્રિલિયન ડોલરને પાર પહોંચી ગયો. આ સિદ્ધિ હાંસલ કરનારી દુનિયાની પહેલી કંપની બની ગઈ છે.
વર્ષ 2023ના જૂનમાં NVIDIAએ પહેલીવાર 1 ટ્રિલિયન ડોલરના માર્કેટ કેપનો આંકડો પાર કર્યો હતો. ત્યારબાદ કંપનીએ આગામી 12 મહિનામાં જબરદસ્ત ઝડપ પકડી લીધી. ફેબ્રુઆરી 2024માં 2 ટ્રિલિયન, પછી જૂન 2024માં 3 ટ્રિલિયન ડોલરના સ્તરને પાર કરી NVIDIAએ ટેકનોલોજી ઇતિહાસમાં નવો અધ્યાય લખ્યો.
હવે, ઓક્ટોબર 2025માં 5 ટ્રિલિયન ડોલરના માર્કેટ કેપ સાથે આ દુનિયાની સૌથી મોટી અને સૌથી ઝડપી આગળ વધનારી કંપની બની ચૂકી છે. વિશેષજ્ઞોના અનુસાર, આ ઉછાળો AI ચિપ્સની માગ, ડેટા સેન્ટર રોકાણ અને જનરેટિવ AIની લહેરના કારણે સંભવ થયું છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદન બાદ NVIDIAના શેરોમાં લગભગ 5 ટકાની તેજી આવી. જેને લઈને કંપનીનું માર્કેટ કેપ એક જ દિવસમાં 300 અરબ ડોલર વધી ગયું. બજારના જાણકારોનું કહેવું છે કે, ટ્રમ્પના નિવેદનમાં AI ક્ષેત્ર માટે સરકારી રોકાણ અને ટેક્સ ઇન્સેન્ટિવ વધારવાના સંકેત અપાયા હતા, જેનાથી રોકાણકારોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો.
NVIDIAની સફળતા પાછળ સૌથી મોટું કારણ છે AI ટેકનોલોજીની વધતી માગ. કંપનીની ચિપ્સ આજે દુનિયાની અનેક ટોચની AI કંપનીઓ જેવી કે OpenAI, Google, Microsoft અને Metaના ડેટા સેન્ટર્સમાં ઉપયોગ થઈ રહી છે. ગત એક વર્ષમાં કંપનીના સ્ટોકમાં 350 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. વિશ્લેષકોના અનુસાર, આવનારા મહિનાઓમાં AI સર્વર ચિપની માગ વધવાથી કંપનીનું રેવેન્યૂ હજુ ઝડપથી વધી શકે છે.
NVIDIAનું માર્કેટ કેપ હવે ભારતની જીડીપી (લગભગ 4.19 ટ્રિલિયન ડોલર)થી વધુ થઈ ચૂક્યું છે. આ સરખામણીએ સોશિયલ મીડિયા પર પણ હડકંપ મચાવી દીધો છે, જ્યાં અનેક યુઝર્સે ‘AI યુગના એપ્પલ મોમેન્ટ’ જણાવી રહ્યા છે. NVIDIAની આ ઉપલબ્ધિ સમગ્ર દુનિયાના ટેક સેક્ટર માટે એક ટર્નિંગ પોઈન્ટ ગણાય છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે, આવનારા વર્ષોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત હાર્ડવેર અને સોફ્ટવેર ઈન્ડસ્ટ્રીઝમાં અભૂતપૂર્વ રોકાણ જોવા મળશે.
કેટલાક દેશોની સરકારો હવે AI ઇકો સિસ્ટમ માટે વિશેષ નીતિઓ તૈયાર કરી રહી છે. NVIDIAનું 5 ટ્રિલિયન ડોલર માર્કેટ કેપ માત્ર એક કંપનીની સફળતા નથી, પરંતુ AI યુગની શરુઆતનું પ્રતિક છે. જ્યાં એક તરફ આ અમેરિકન ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીઝની તાકાતને દર્શાવે છે, ત્યારે બીજી તરફ આ દુનિયાને આ સંદેશ પણ આપે છે કે ભવિષ્ય તેમનું જ છે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને અપનાવશે.






Leave a comment