બિહારમાં પહેલા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધી 60.13 ટકા મતદાન

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પહેલા તબક્કાનું મતદાન ગુરુવારે(6 નવેમ્બર) શરૂ થઈ ગયું છે. 121 બેઠકો પર આજે સવારે સાત વાગ્યાથી વોટિંગ શરૂ થયું. ચૂંટણીના પહેલા તબક્કામાં 3.75 કરોડ મતદારો 1314 ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કરશે. જેમાં મહાગઠબંધનના મુખ્યમંત્રી પદનો ચહેરો તેજસ્વી યાદવ અને ભાજપના ઉમેદવાર સમ્રાટ ચૌધરી સિવાય વિજયકુમાર સિન્હાની સાથે-સાથે 16 મંત્રીઓનું ભાવિ દાવ પર છે.

તેજસ્વી યાદવ રાઘોપુર બેઠક પરથી સતત ત્રીજી જીત મેળવવાની કોશિશમાં છે. તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી ભાજપના સતીશ કુમાર છે, જેમણે 2010માં જનતા દળ (યુનાઇટેડ)ની ટિકિટ પર તેજસ્વીની માતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને હરાવ્યા હતા. જન સુરાજ પાર્ટીએ રાઘોપુર બેઠક પરથી ચંચલ સિંહને મેદાનમાં ઉતાર્યા છે.

બિહારમાં 5 વાગ્યા સુધીના મતદાનના આંકડા

  • બેગુસરાય: 67.32 ટકા
  • ભોજપુર: 53.24 ટકા
  • બક્સર: 55.10 ટકા
  • દરભંગા: 58.38 ટકા
  • ગોપાલગંજ : 64.96 ટકા
  • ખગડિયા: 60.65 ટકા
  • લખીસરાય : 62.76 ટકા
  • મધેપુરા: 65.74 ટકા
  • મુંગેર : 54.90 ટકા
  • મુઝફ્ફરપુર: 64.63 ટકા
  • નાલંદા: 57.58 ટકા
  • પટના: 55.02 ટકા
  • સહરસા: 62.65 ટકા
  • સમસ્તીપુર: 66.65 ટકા
  • સારણ: 60.90 ટકા
  • શેખપુરા: 52.36 ટકા
  • સીવાન: 57.41 ટકા
  • વૈશાલી: 59.45 ટકા

બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂરું હજુ ચાલી રહ્યું છે. ત્રણ વાગ્યા સુધીના મતદાનના આંકડા સામે આવી ગયા છે જેમાં અત્યાર સુધીમાં 53.77 ટકા મતદાન નોંધાઈ ચૂક્યું છે. 

ડેપ્યુટી સીએમ અને લખીસરાય મતવિસ્તારના ભાજપ ઉમેદવાર વિજય કુમાર સિન્હાએ કહ્યું કે આ રાજદના ગુંડા છે. સત્તામાં એનડીએ આવી રહ્યું છે. આ લોકોની છાતી પર બુલડોઝર ફેરવીશું. રાજદના ગુંડાઓ મને ગામમાં જવા નથી દેતા. તેમણે મારા પોલિંગ એજન્ટને પણ ભગાડી દીધો. તેને મતદાન કરવા પણ ન દીધું. આ લોકોની ગુંડાગર્દી તો જુઓ. આ ખોરિયારી ગામનું 404 અને 405 બુથ નંબર છે.

બપોરે 1 વાગ્યા સુધીમાં બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 42.31 ટકા મતદાન થયું છે. રાજ્ય ચૂંટણી કાર્યાલય અનુસાર પ્રથમ તબક્કામાં 121 વિધાનસભા બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. બપોરે 1 વાગ્યા સુધીમાં, કુલ 42.31 ટકા મતદારોએ 45341 મતદાન મથકો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. ગોપાલગંજ જિલ્લામાં સૌથી વધુ 46.73 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે પટણા જિલ્લામાં સૌથી ઓછું 37.72 ટકા મતદાન નોંધાયું હતું.

બિહારના લખીસરાયમાં ભાજપના ઉમેદવાર અને ઉપમુખ્યમંત્રી વિજય કુમાર સિંહાની કારને ઘેરી લીધી હતી અને તેમના પર ચપ્પલ ફેંકવામાં આવ્યા હતા. આ મામલે આરજેડીના કાર્યકરોની સંડોવણી હોવાનો આરોપ લાગ્યો છે. તેમણે મુર્દાબાદની નારેબાજી પણ કરી હતી. આ મામલે ઘટનાસ્થળે હાજર પોલીસે તેમને અટકાવ્યા હતા. 

કેન્દ્રીય મંત્રી અને લોકજનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રામ વિલાસ પાસવાને કહ્યું, “…આ એક એવો અધિકાર છે જે દેશના નાગરિકોના સર્વોચ્ચ અધિકારોમાંનો એક છે. તેનો ઉપયોગ કરીને, તમે તમારા ભવિષ્યને સુધારી શકો છો. હું દરેકને લોકશાહીના આ ભવ્ય ઉત્સવમાં યોગદાન આપવા વિનંતી કરું છું જે ચાલી રહ્યું છે…” તેમણે આગળ કહ્યું, “…મહાગઠબંધનની સમસ્યા એ છે કે જો તેઓ બહાના શોધવા જેટલો સમય જનતાની સેવા કરવામાં વિતાવશે તો તેમને આ બહાના શોધવાની જરૂર નહીં પડે. મહાગઠબંધન ચૂંટણી હારી રહ્યું છે… જો આટલું બધું ખોટું થઈ રહ્યું છે, તો તમારે કોર્ટમાં જવું જોઈએ. તમારે આપણી ન્યાયિક પ્રક્રિયા પર વિશ્વાસ કરવો જોઈએ. જો આવું કંઈક થઈ રહ્યું છે તો તમને ચોક્કસ ન્યાય મળશે…”

Leave a comment

Trending