ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ-10ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી યોજાશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે. વિદ્યાર્થીઓ 7 નવેમ્બર 2025ના બપોરે 12:00 કલાકથી 6 ડિસેમ્બર 2025ની રાત્રે 12:00 કલાક સુધી રેગ્યુલર ફી સાથે બોર્ડની અધિકૃત વેબસાઇટ www.gseb.org પર ફોર્મ ભરી શકશે. ગત વર્ષની જેમ આ વર્ષે પરીક્ષા 10 દિવસ વહેલા શરૂ થશે.
ધોરણ-10
- 26 ફેબ્રુઆરી- ગુજરાતી/અંગ્રેજી (પ્રથમ ભાષા)
- 28 ફેબ્રુઆરી – વિજ્ઞાન
- 4 માર્ચ – સામાજિક વિજ્ઞાન
- 6 માર્ચ – બેઝિક ગણિત
- 9 માર્ચ – સ્ટાન્ડર્ડ ગણિત
- 11 માર્ચ – અંગ્રેજી/ગુજરાતી ( દ્વિતીય ભાષા)
- 16 માર્ચ – હિન્દી અને સંસ્કૃત
ધોરણ-12 સામાન્ય પ્રવાહ
- 26 માર્ચ – અર્થશાસ્ત્ર
- 28 માર્ચ – વાણિજ્ય વ્યવસ્થા
- 4 માર્ચ – નામાના મૂળતત્વો
- 5 માર્ચ – મનોવિજ્ઞાન
- 6 માર્ચ – સમાજશાસ્ત્ર
- 7 માર્ચ – ગુજરાતી અંગ્રેજી (દ્વિતીય ભાષા )
- 9 માર્ચ – આંકડાશાસ્ત્ર
- 10 માર્ચ – ગુજરાતી (પ્રથમ ભાષા )
- 11 માર્ચ – હિન્દી( દ્વિતીય ભાષા)
- 12 માર્ચ – સેક્રેટરી પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહાર
- 13 માર્ચ – ભૂગોળ
- 14 માર્ચ- કોમ્પ્યુટર
- 16 માર્ચ – સંસ્કૃત પારસી અરબી
ધોરણ-12 સાયન્સ પ્રવાહ
- 26 ફેબ્રુઆરી – ભૌતિક વિજ્ઞાન
- 28 ફેબ્રુઆરી – રસાયણ વિજ્ઞાન
- 4 માર્ચ – જીવવિજ્ઞાન
- 6 માર્ચ – અંગ્રેજી (દ્વિતીય ભાષા)
- 7 માર્ચ – અંગ્રેજી (પ્રથમ ભાષા)
- 9 માર્ચ – ગણિત
- 11 માર્ચ – કોમ્પ્યુટર
- 12માર્ચ – ગુજરાતી (પ્રથમ ભાષા)
- 13 માર્ચ – ગુજરાતી (દ્વિતીય ભાષા)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડ પરીક્ષાના આવેદનપત્રો ભરવાની તારીખો જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ 7 નવેમ્બર, 2025થી 6 ડિસેમ્બર, 2025 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. બોર્ડ દ્વારા જણાવાયું છે કે, રેગ્યુલર ફી સાથેના ઓનલાઈન આવેદનપત્રો 7 નવેમ્બર, 2025ના રોજ બપોરે 12:00 કલાકથી 6 ડિસેમ્બર, 2025ના રોજ રાત્રીના 12:00 કલાક સુધી બોર્ડની વેબસાઇટ gseb.org પર ભરી શકાશે.
દરેક પ્રશ્ન પત્રમાં 15 મિનિટનો સમય વધુ ફાળવવામાં આવશે. વિદ્યાર્થીને ઉત્તરવહી ઉપરની વિગતો ભરવા માટેની શરૂઆતની પાંચ મિનિટ અને પ્રશ્નપત્ર વાંચવા માટે 10 મિનિટ ફાળવવામાં આવશે અને જવાબ લખવા માટે નિયમ મુજબ 1 કલાકથી 3 કલાક સુધીનો સમય રહશે. પ્રથમ પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓએ પરીક્ષા સેન્ટર પર શરૂ થવાની 30 મિનિટ પહેલાં પહોંચવાનું રહેશે, બાકીના દિવસોએ 20 મિનિટ અગાઉ રહેવાનું રહેશે.






Leave a comment