ભારતે ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરઆંગમે T20I સિરીઝમાં 2-1થી હરાવ્યું છે. પાંચ મેચની T20I સિરીઝની પાંચમી અને છેલ્લી મેચ પણ વરસાદને કારણે રદ થઈ હતી.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ માર્શે બ્રિસ્બેનના ગાબા ખાતે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. હવામાન બગડ્યું ત્યારે ભારતે 4.5 ઓવરમાં વિના વિકેટે માત્ર 52 રન બનાવ્યા હતા અને રમત અટકાવી દેવામાં આવી હતી. ઓપનર અભિષેક શર્મા 23 અને શુભમન ગિલ 29 રન બનાવીને અણનમ રહ્યા. વીજળી પડવાને કારણે, આગળની બેઠકો ખાલી કરવી પડી. થોડા સમય પછી, વરસાદ પણ શરૂ થયો.
લગભગ બે કલાક વરસાદ પડ્યા પછી મેચ રદ કરવામાં આવી હતી. આ સિરીઝની પહેલી મેચ પણ વરસાદના કારણે ધોવાઈ હતી. તો બીજી મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી હતી. ત્રીજી અને ચોથી ભારતે જીતી હતી. આ સાથે જ ભારતીય ટીમે 2-1થી સિરીઝ કબજે કરી. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયામાં ક્યારેય T20I સિરીઝ હાર્યું નથી. આ રેકોર્ડ હજુ પણ કાયમ જ રહ્યો છે.
ઓસ્ટ્રેલિયા અને ભારત અત્યાર સુધીમાં 36 T20I રમી ચૂક્યા છે. ભારતે 22 જીતી છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ ફક્ત 12 જીતી છે. તેઓએ ઓસ્ટ્રેલિયામાં 16 મેચ રમી છે, જેમાં ભારતે નવ જીત મેળવી છે અને ઓસ્ટ્રેલિયાએ પાંચ જીતી છે. ઓસ્ટ્રેલિયાએ સિરીઝની બીજી મેચ જીતી છે. ભારતે ત્રીજી અને ચોથી મેચ જીતીને સિરીઝમાં અજેય લીડ મેળવી છે.
અભિષેક શર્માએ ભારતને ચારેય T20 મેચમાં મજબૂત શરૂઆત અપાવી છે. તેણે ચાર મેચમાં 159.09 ના સ્ટ્રાઇક રેટથી 140 રન બનાવ્યા છે. વરુણ ચક્રવર્તી પાંચ વિકેટ સાથે ટીમનો મુખ્ય બોલર રહ્યો છે. પ્લેઇંગ-11માં ફેરફારની શક્યતા ઓછી છે. પ્રયોગ માટે, સંજુ સેમસન શુભમન ગિલની જગ્યાએ ઇનિંગની શરૂઆત કરી શકે છે. શુભમન 14 નવેમ્બરથી સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ પણ શરૂ કરી રહ્યો છે, તેથી તેને આરામ આપી શકાય છે.
T20 સિરીઝમાં ઓસ્ટ્રેલિયાની બેટિંગ નિષ્ફળ ગઈ. ટિમ ડેવિડ 89 રન સાથે ટીમનો ટૉપ સ્કોરર છે. કેપ્ટન મિચેલ માર્શ પણ મજબૂત શરૂઆત આપી શક્યો નથી. ટીમ ફરી એકવાર બોલિંગમાં નાથન એલિસ અને એડમ ઝામ્પા પર આધાર રાખશે.






Leave a comment