સરહદી કચ્છ જિલ્લામાં સામાન્ય ઠંડી જળવાઇ રહી છે. જિલ્લાની છેવાડે આવેલા અબડાસા તાલુકાના વડા મથક નલિયામાં આજે લઘુતમ તાપમાન 14.5 ડિગ્રીએ નોંધાયું છે, જે રાજ્યમાં બીજા સૌથી ઠંડા મથક તરીકે રહેવા પામ્યું છે, જ્યારે 13.5 ડિગ્રીએ રાજ્યનું અમરેલી મોખરે નોંધાયું છે.
ભુજ શહેરમાં સંધ્યાકાળથીજ ગુલાબી ઠંડીની ચમક અનુભવાય રહી છે. રાત્રે બહાર ટહેલવા જતા લોકો હવે અંતર ટૂંકાવી ઘરે વહેલા પરત ફરી રહ્યા છે.જોકે સપ્તાહ દરમ્યાન કચ્છના વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર થાય તેવી સંભાવનાને હવામાન વિભાગે નકારી છે. કચ્છી કાશ્મીર નલિયામાં લઘુતમ પારો ગઈકાલથી સામાન્ય સ્તરે ઘાટીને 14.5 ડિગ્રીએ પહોંચતા ઠંડીની ચમક વર્તાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.
જિલ્લા મથક ભુજ શહેરમાં આજે ગુરુવારે લઘુતમ તપામાન 18.4 ડિગ્રીના આકે રહેતાં સાંજથી લઇ વહેલી સવાર સુધી ઠંડીની પકડ જળવાયેલી રહી છે. ખાસ કરીને ગુલાબી ઠંડીમાં પણ સવારના શાળાએ જતા બાળકો અને કામ-ધંધા માટે નીકળેલા લોકો હવે ગરમ વસ્ત્રોનો આશરો લેતા નજરે પડ્યા હતા. દરમિયાન ગઈકાલે મહત્તમ તપામાન 32 ડિગ્રી આસપાસનોંધાતાં બપોરના સમયે હૂંફાળા માહોલની અનુભૂતિ લોકોએ કરી હતી.






Leave a comment