મુન્દ્રા પોર્ટ કાર્યક્ષમતા અને ગ્રીન ઇનોવેશનમાં દેશમાં શ્રેષ્ઠ પથપ્રદર્શક!

મુન્દ્રા પોર્ટ કાર્યક્ષમતા અને ગ્રીન ઇનોવેશનમાં અનિરત અવનવા બેન્ચમાર્ક્સ સર્જી રહ્યું છે. તાજેતરમાં મુંદ્રા પોર્ટને ભારતીય પોર્ટ ઓફ ધ યર તરીકે સન્માનિત કરવામાં આવ્યું છે. ભારતના દરિયાઈ પુનરુત્થાનમાં અગ્રણી ભૂમિકાને બિરદાવતા મુન્દ્રા પોર્ટને પ્રતિષ્ઠિત ઇન્ડિયા મેરીટાઇમ વીકમાં પોર્ટ ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. આ માન્યતા ટકાઉ બંદર તકનીકમાં રોકાણને વેગ આપશે.

ઇન્ડિયા મેરીટાઇમ વીકમાં ગ્લોબલ શિપિંગ લિડર્સના મેરીટાઈમ ક્ષેત્રે ઈનોવેશન અને તેનાથી થતા ફાયદાઓ સહિત અનેક વિષયો અંગે મંથન કરવામાં આવે છે. આ પુરસ્કાર કાર્યકારી કાર્યક્ષમતા અને ટકાઉપણા પ્રત્યેની પ્રતિબદ્ધતામાં મુન્દ્રાની અપ્રતિમ પ્રગતિને રેખાંકિત કરે છે. રાષ્ટ્રની દરિયાઈ મહત્વાકાંક્ષાઓ માટે મુંદ્રા પોર્ટ એક દીવાદાંડી તરીકે ઉભરી આવ્યું છે. મુન્દ્રા પોર્ટના નેતૃત્વમાં હવે ભારતના બંદરો ફક્ત પરિવહન માર્ગો જ નથી પરંતુ ગ્રોથ એન્જિન બન્યા છે.   

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) દેશના સૌથી મોટા વાણિજ્યિક બંદર-મુન્દ્રાનું સંચાલન કરે છે. મુંદ્રા પોર્ટ કન્ટેનર હેંડલીંગમાં પણ રેકોર્ડ્સ બ્રેક કરતું રહ્યું છે. નાણાકીય વર્ષ 2025 (FY25) માં મુન્દ્રાએ 200 મિલિયન મેટ્રિક ટન (MMT) થી વધુ કાર્ગોનું પ્રોસેસિંગ કરી અગાઉના બેન્ચમાર્કસને બ્રેક કર્યા હતા, એટલું જ નહીં તે ભારતના ટ્રેડ કોરિડોરને નવી ઊંચાઈઓએ પહોંચાડી રહ્યું છે.

અત્યાધુનિક ઓટોમેશન અને ડિજિટલ ઈન્ટીગ્રેશનને કારણે મુંદ્રા પોર્ટના ટર્નઅરાઉન્ડ ટાઈમમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેનાથી જહાજ બર્થિંગ ક્ષમતા પણ મહત્તમ થઈ છે. ઓપરેશનલ કામગીરીમાં મુન્દ્રા બંદરની અસાધારણ સફળતા ઉત્પાદકતાના માપદંડોથી ઘણી આગળ વધી છે.

મુંદ્રા પોર્ટની ટકાઉપણાંની બ્લુપ્રિન્ટ પર્યાવરણ પ્રત્યે સભાન માળખા માટે સ્વર્ણિમ માનક તરીકે ઉભરી આવી છે. ઇલેક્ટ્રિક વાહનો (EVs)ના પરિવહનથી મુન્દ્રાએ ઉત્સર્જન ઘટાડ્યું છે, જ્યારે લેન્ડફિલ્સમાં ઝીરો વેસ્ટ ડાયવર્ઝન સુનિશ્ચિત કર્યું છે. ગુજરાતના દરિયાકાંઠે મુંદ્રા પોર્ટ બાયો-ડાઈવર્સીટીને પણ પ્રોત્સાહન આપે છે.

મુન્દ્રા ફક્ત કાર્ગો હેન્ડલીંગ જ નહીં પરંતુ તે ગ્રીન, સ્થિતિસ્થાપક પ્રવેશદ્વાર બનાવી રહ્યું છે. તે વૈશ્વિક દરિયાઈ નકશામાં ભારતના ઉદયને વેગ આપે છે. પોર્ટ્સ, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા આયોજિત ઇન્ડિયા મેરીટાઇમ વીકમાં  મુન્દ્રાના મોડેલને 2070 સુધીમાં ભારતના નેટ-ઝીરો લક્ષ્યો સાથે સંરેખિત કરવાનું લક્ષ્ય રાખતા અન્ય બંદરો માટે પ્રેરણાદાયક ગણવામાં આવ્યું હતું.

Leave a comment

Trending