અદાણી ફાઉન્ડેશન દ્વારા મધ્યાહન ભોજન માટે આધુનિક સાધનોની ફાળવણી

અદાણી ફાઉન્ડેશન મુન્દ્રા અને માંડવી તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે. શાળાઓના માળખાગત સુધારા, શુદ્ધ પીવાનું પાણી, બેન્ચ-ડેસ્ક, સ્માર્ટ ક્લાસરૂમ, શિક્ષકોની તાલીમ તેમજ નવીન શિક્ષણ પદ્ધતિઓ દ્વારા ફાઉન્ડેશન ગ્રામીણ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અવિરત પ્રયાસ કરી રહ્યું છે.

આ જ કડીમાં, અદાણી ફાઉન્ડેશન અને મુન્દ્રા પેટ્રોકેમ લિમિટેડના સહયોગથી ટુંડા ગામની પ્રાથમિક શાળાને મધ્યાહન ભોજન તૈયાર કરવા માટે જરૂરી અત્યાધુનિક સાધનોની ફાળવણી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુવિધા અને પોષણને પ્રાથમિકતા આપતાં કુકર, સ્ટીલની પ્લેટ, તપેલા,  તેમજ અન્ય આવશ્યક વસ્તુઓનું વિતરણ આપવા મા આવી છે.

આ ઉત્સાહભર્યા કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશન મુન્દ્રા ની ટીમ તેમજ, શાળાના આચાર્ય, શિક્ષકો, ગ્રામજનો તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં સાધનોનું અર્પણ કરવામાં આવ્યું હતું. શ્રી કિશોરભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે આ વસ્તુઓ માત્ર સાધનો નથી, પરંતુ અહીં બેઠેલા દરેક બાળકો ભવિષ્યના યુવાનો છે, જેમનું ભવિષ્ય અહીંથી તૈયાર થઈ રહ્યું છે. અમે ઈચ્છીએ છીએ કે દરેક બાળક આ સુવિધાઓનો મહત્તમ લાભ લઈને આગળ વધે અને સમાજના મજબૂત આધારસ્તંભ બને

આ પહેલથી મધ્યાહન ભોજનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે, ભોજન સમયસર અને સ્વચ્છ રીતે તૈયાર થશે, જેથી વિદ્યાર્થીઓને પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને સુરક્ષિત ભોજન મળી રહેશે, અદાણી ફાઉન્ડેશન અને મુન્દ્રા પેટ્રોકેમ લિ. દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ, પોષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે સતત યોગદાન આપવામાં આવી રહ્યું છે, જેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે.

Leave a comment

Trending