જી.કે.જન. હોસ્પિ.ના આંખના માયોપીયા રોગ સામે ચક્ષુ નિષ્ણાતોનું માર્ગદર્શન

આંખને સુરક્ષિત રાખવા સ્ક્રિન ઉપરથી દૃષ્ટિ હટાવી આસપાસની દુનિયા જુઓ

વધતા જતા સ્ક્રીન ટાઇમને કારણે આગળ જતા આંખની એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે દૂરની વસ્તુ  ધૂંધળી થવા લાગે છે. આધેડ અને વૃદ્ધોમાં તો આ સ્થિતિ સામાન્ય હોય છે, પરંતુ બાળકોની આંખ પણ હવે બગડવા લાગી છે. 

અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલના આંખ વિભાગના તબીબોએ નેશનલ માયોપીયા વીક (૧૪ નવે.થી.૨૦નવે)  ઉજવણી નિમિત્તે કહ્યું કે,માયોપીયા એટલે દૂરની નજર કમજોર થઈ જવી જે જીવનશૈલીને કારણે  આંખમાં આ ફેરફાર જોવા મળે છે.જે ખાસ કરીને બાળપણ અને કિશોર અવસ્થામાં થાય છે,એમ ચક્ષુ નિષ્ણાત ડો.કવિતાબેન શાહે જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું કે,આજકાલ બાળકો બહાર રમવાનું અને હળવા – મળવાનું ટાળે છે.માતાપિતાએ બાળકોને બહારની ગતિવિધિ અને રમતગમત પ્રત્યે પ્રોત્સાહિત કરવા જોઈએ.કુદરતી તાપમાં પણ થોડો સમય વિતાવવો જોઈએ. તેમણે હોસ્પિટલમાં આવતા દર્દીઓને પણ આ બાબતે બાળકોની કાળજી રાખવા અનુરોધ કરી આ સપ્તાહ ઉજવ્યો હતો.

હોસ્પિટલના આઇ સર્જન ડો. અતુલ મોડેસરાએ  આ અંગે જણાવ્યું કે, માતા-પિતાએ બાળકોનો સ્ક્રિન ટાઈમ સુનિશ્ચિત કરવો જોઈએ. પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને  સ્ક્રિનથી તો દૂર જ રાખવા જોઈએ. ઉપરાંત સ્ક્રિન જેટલું દૂર હશે તેટલું દબાણ આંખ ઉપર ઘટશે. તેમણે સીધા બેસવા, ગરદન ઝૂકાવીને મોબાઇલ જોવાનું ટાળવા,મોબાઈલ આંખની સ્તરે રાખવા સલાહ આપી હતી, જે આંખની થકાન અને તણાવ વધારે છે. ઉપરાંત તેમણે 20/20/20 નો નિયમ અપનાવા પણ ઉમેર્યું હતું. 

માયોપીયા  દ્રષ્ટિદોષ સમસ્યા છે, જેમાં દૂરની વસ્તુ નથી દેખાતી, પણ નજીકની વસ્તુ સાફ દેખાય છે. આંખનો લેન્સ પ્રકાશને યોગ્ય રીતે ફોકસ ન કરી શકવાને કારણે વસ્તુ ધૂંધળી દેખાતી હોય છે, જેને માયોપીયા કહે છે. માયોપીયાનો ઇલાજ ચશ્મા, કોન્ટેક્ટ લેન્સ અને લેસર સર્જરી જેવી પધ્ધતિથી ઠીક કરી શકાય. સ્ક્રિન ઉપરથી દૃષ્ટિ હટાવી આસપાસની દુનિયા જુઓ એ બાબત સાથે

વર્ષની થીમ “સ્કિનસ ડાઉન એન્ડ આઈસ અપ”  આપવામાં આવી છે.

Leave a comment

Trending