નીતિશ કુમારે 10મી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા. ગાંધી મેદાન ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ-અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક વરિષ્ઠ ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા.
સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહાએ ડેપ્યુટી CM પદના શપથ લીધા હતા, સાથે જ 26 મંત્રીએ પણ શપથ લીધા. એમાં ભાજપના ક્વોટામાંથી 14, જેડીયુમાંથી 8, એલજેપી(આર)માંથી 2, એચએએમમાંથી 1 અને કુશવાહાની પાર્ટીમાંથી 1 મંત્રીનો સમાવેશ થાય છે. આ મંત્રીમંડળમાં એક મુસ્લિમ ચહેરો સામેલ છે. જેડીયુએ જમા ખાનને ફરીથી મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે.
શપથગ્રહણ પછી પીએમ મોદીએ મંચ પરથી ગમછો લહેરાવીને લોકોનું અભિવાદન કર્યું. હરિયાણા, આસામ, ગુજરાત, મેઘાલય, ઉત્તરપ્રદેશ, નાગાલેન્ડ, ઓડિશા, દિલ્હી અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓએ પણ હાજરી આપી. સ્ટેજ પર ચિરાગ પાસવાને માંઝી અને જેપી નડ્ડાને પગે લાગીને આશીર્વાદ લીધા હતા.
આ વખતે નીતિશના મંત્રીમંડળમાં નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. રામકૃપાલ યાદવ અને શ્રેયસી સિંહને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. ચિરાગની પાર્ટીના બે ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે, જેમાં સંજય સિંહનો પણ સમાવેશ થાય છે.
સંજય સિંહે મહુઆથી ચૂંટણી જીતી, લાલુ યાદવના પુત્ર તેજ પ્રતાપને હરાવ્યા હતા.
બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની નવી સરકારના શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. પીએમ મોદી પટના એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા ગાંધી મેદાન પહોંચ્યા હતા. શપથગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ સહિત ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા. ગાંધી મેદાનની સુરક્ષા SPGના હાથમાં હતી.
હરિયાણા, આસામ, ગુજરાત, મેઘાલય, ઉત્તરપ્રદેશ, નાગાલેન્ડ, ઓડિશા, દિલ્હી અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓ પટના પહોંચ્યા હતા. સવારે શપથ પહેલાં નીતિશ કુમાર હોટલ મૌર્ય ગયા હતા, અહીં તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કર્યા બાદ ગાંધી મેદાન પહોંચ્યા હતા.
26 મંત્રીએ શપથ લીધા
- સમ્રાટ ચૌધરી
- વિજય કુમાર સિંહા
- વિજય કુમાર ચૌધરી
- વિજેન્દ્ર યાદવ
- શ્રવણ કુમાર
- મંગલ પાંડે
- ડૉ. દિલીપ જયસ્વાલ
- અશોક ચૌધરી
- લેસી સિંહ
- મદન સાહની
- નીતિન નવીન
- રામકૃપાલ યાદવ
- સંતોષ કુમાર સુમન
- સુનીલ કુમાર
- મો. જામા ખાન
- સંજય સિંહ ‘ટાઈગર’
- અરુણ શંકર પ્રસાદ
- સુરેન્દ્ર મહેતા
- નારાયણ પ્રસાદ
- રમા નિષાદ
- લખેન્દ્ર કુમાર રોશન
- શ્રેયસી સિંહ
- ડો.પ્રમોદ કુમાર
- સંજય કુમાર
- સંજય સિંહ
- દીપક પ્રકાશ






Leave a comment