એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ફરી એકવાર અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની મિલકતો જપ્ત કરી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી અને તેમની કંપનીઓ સાથે સંકળાયેલી મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે કરોડો રૂપિયાની નવી સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
આ મિલકતોની કિંમત આશરે ₹1,400 કરોડ છે. નવી મુંબઈ, ચેન્નાઈ, પુણે અને ભુવનેશ્વરમાં આ મિલકતો જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહી સાથે, રિલાયન્સ ગ્રુપની કુલ સંપત્તિ જપ્તીનો આંકડો આશરે ₹9,000 કરોડ સુધી પહોંચી ગયો છે.
રિલાયન્સ હોમ ફાઇનાન્સ (RHFL) અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ (RCFL) માં ભંડોળના મોટા પાયે દુરુપયોગ સંબંધિત કેસના સંદર્ભમાં આ મિલકતો જપ્ત કરવામાં આવી છે.
અગાઉ, ૩3 નવેમ્બરના રોજ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ફંડ ડાયવર્ઝન કેસના સંદર્ભમાં અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની 132 એકર જમીન જપ્ત કરી હતી. આ જમીન નવી મુંબઈમાં ધીરુભાઈ અંબાણી નોલેજ સિટી (DAKC)માં આવેલી છે અને તેની કિંમત ₹4,462.81 કરોડ છે.
વધુમાં, જૂથની 40થી વધુ મિલકતો પણ જપ્ત કરવામાં આવી હતી. આ મિલકતોમાં અનિલ અંબાણીનું પાલી હિલનું ઘર પણ સામેલ છે. જપ્ત કરાયેલી મિલકતોની કુલ કિંમત ₹3,084 કરોડ હોવાનો અંદાજ છે.
EDએ તેની તપાસમાં રિલાયન્સ હોમ ફાઇનાન્સ (RHFL) અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ (RCFL)માં ભંડોળનો નોંધપાત્ર ગેરરીતિ શોધી કાઢી છે. 2017 અને 2019ની વચ્ચે, યસ બેંકે RHFLમાં ₹2,965 કરોડ અને RCFLમાં ₹2,045 કરોડનું રોકાણ કર્યું હતું. પરંતુ ડિસેમ્બર 2019 સુધીમાં આ રકમો નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) બની ગઈ હતી.
RHFLનું બાકી દેવું હજુ પણ ₹1,353 કરોડ છે, જ્યારે RCFLનું દેવું ₹1,984 કરોડ છે. કુલ મળીને યસ બેંકને ₹2,700 કરોડથી વધુનું નુકસાન થયું છે. EDના જણાવ્યા અનુસાર, આ ભંડોળ રિલાયન્સ ગ્રુપની અન્ય કંપનીઓમાં ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. લોન મંજૂરી પ્રક્રિયામાં પણ અસંખ્ય ગોટાળાઓ મળ્યા હતા. જેમ કે, કેટલીક લોન એક જ દિવસે અરજી, અપ્રુવ અને ડિસ્બર્સ થઈ હતી. ફિલ્ડ ચેક અને મીટિંગ્સ સ્કીપ થઈ ગઈ. ડોક્યુમેન્ટ બ્લેન્ક અથવા તારીખ વગરના હોવાનું જાણવા મળ્યું હતું.
EDએ આને “ઈંટેંશનલ કન્ટ્રોલ ફેલ્યોર” જણાવ્યું છે. આ તપાસ PMLAની કલમ 5(1) હેઠળ હાથ ધરવામાં આવી રહી છે, અને અટેચમેન્ટ આદેશ 31 ઓક્ટોબર, 2025ના રોજ જારી કરવામાં આવ્યો હતો.






Leave a comment