26 નવેમ્બરના રોજ મોટો ઉછાળો જોવા મળ્યો. સેન્સેક્સ 1023 અંક (1.21%) વધીને 85,610 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 321 અંકનો વધારો રહ્યો, તે 26,205 પર બંધ થયો.
આજે સેન્સેક્સના 30માંથી 28 શેર્સ વધીને બંધ થયા. બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ અને રિલાયન્સ સહિત કુલ 22 શેરોમાં 1% થી વધુનો વધારો રહ્યો.
નિફ્ટીના 50માંથી 44 શેરોમાં તેજી રહી. NSEના તમામ સેક્ટરોમાં તેજી રહી. IT, મેટલ, મીડિયા, બેન્કિંગ અને ઓટો શેર્સ 1% થી વધુ વધીને બંધ થયા.
બજારમાં આવેલી આ તેજીથી રોકાણકારોની સંપત્તિ લગભગ ₹5 લાખ કરોડ વધી ગઈ. BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ વેલ્યુ ગઈકાલના ₹469 લાખ કરોડની સરખામણીમાં વધીને ₹474 લાખ કરોડ પહોંચી ગયું છે.
સ્વાસ્તિકા ઇન્વેસ્ટમાર્ટના સિનિયર ટેકનિકલ એનાલિસ્ટ પ્રવીશ ગૌરે જણાવ્યું હતું કે આજની તેજીનું એક કારણ વૈશ્વિક બજારોમાં મજબૂતી છે. એશિયન ઇન્ડેક્સ મજબૂતી સાથે ઉપર ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે વોલ સ્ટ્રીટે ગઈકાલે રાત્રે પોઝિટિવ નોટ પર કારોબાર સમાપ્ત કર્યો હતો.
- આ સુધરેલા ગ્લોબલ રિસ્ક સેન્ટિમેન્ટે ભારતીય ઇક્વિટીને ટેકો આપ્યો અને નીચલા સ્તરે નવી ખરીદીને પ્રોત્સાહન આપ્યું. એક અન્ય મહત્વપૂર્ણ સકારાત્મક ટ્રિગર યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા સંભવિત વ્યાજ દરમાં ઘટાડા અંગેનો નવો ઉત્સાહ છે.
- બજારમાં તેજીનું બીજું કારણ શોર્ટ કવરિંગ માનવામાં આવે છે. છેલ્લા ત્રણ સેશનમાં શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિષ્ણાતોનું માનવું છે કે આ જ કારણોસર શોર્ટ કવરિંગ આવ્યું છે.
ગ્લોબલ માર્કેટમાં તેજી
- એશિયન બજારો: કોરિયાનો કોસ્પી 1.62% વધીને 3,920 પર, હોંગકોંગનો હેંગસેંગ 0.25% વધીને 25,958 પર અને જાપાનનો નિક્કેઈ 1.94% ઉપર છે.
- અમેરિકન બજારો: 25 નવેમ્બરે ડાઉ જોન્સ 1.43% વધીને 47,112 પર બંધ થયો. જ્યારે, નાસ્ડેક કમ્પોઝિટમાં 0.67% અને S&Pમાં 0.91% નો વધારો જોવા મળ્યો.
25 નવેમ્બરના રોજ વિદેશી રોકાણકારો (FIIs) એ ₹917 કરોડના શેર વેચ્યા. જ્યારે સ્થાનિક રોકાણકારો (DIIs- આપણા દેશના મોટા ફંડ) એ ₹3,423 કરોડની ખરીદી કરી.
આ મહિને અત્યાર સુધી- FIIs એ ₹17,227 કરોડના શેર વેચ્યા છે. જ્યારે, DIIs એ ₹62,746 કરોડના શેર ખરીદ્યા. આમ, જાણવા મળે છે કે બજારને સ્થાનિક રોકાણકારોનો વધુ ટેકો છે.
ગઈકાલે એટલે કે 25 નવેમ્બરે શેરબજારમાં ઘટાડો રહ્યો હતો. સેન્સેક્સ 314 પોઈન્ટ ઘટીને 84,587 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટીમાં 75 પોઈન્ટનો ઘટાડો રહ્યો હતો, તે 25,885 પર બંધ થયો હતો.






Leave a comment