ભારતીય વાયુસેના પાકિસ્તાન બોર્ડર પાસે 3-6 ડિસેમ્બર સુધી કરશે સૈન્ય અભ્યાસ, NOTAM જાહેર

ભારતે પાકિસ્તાનની બોર્ડરથી જોડાયેલા દક્ષિણી ક્ષેત્રમાં ભારતીય વાયુસેનાના મોટા સૈન્ય અભ્યાસ માટે એરસ્પેસ રિઝર્વ કરવાનું નોટમ(NOTAM) જાહેર કર્યું છે. આ અભ્યાસ 3 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર 2025 સુધી ચાલશે. નોટમના અનુસાર, આ એરસ્પેસ રિઝર્વ રાજસ્થાનના જોધપુર અને બાડમેર વિસ્તારથી જોડાયેલો છે. જે પાકિસ્તાનના રહીમ યાર ખાન અને કરાચી એર ટ્રાફિક રૂટ્સની નજીક આવે છે.

નોટમનો ઉદ્દેશ્ય ભારતીય વાયુસેનાની એર એક્સરસાઇઝ છે. જેના કારણે પાકિસ્તાનના રૂટને અસર પહોંચશે. કરાચી, રહીમ યાર ખાન એર ટ્રાફિક રૂટ્સને અસર પહોંચશે. એક્સરસાઇઝની શરુઆત 3 ડિસેમ્બર 2025થી શરુ થશે અને રાત્રે 8:30 વાગ્યે તે પૂર્ણ થશે. આ અભ્યાસ 6 ડિસેમ્બરે સમાપ્ત થશે.

આ સમયગાળા દરમિયાન ભારતીય વાયુસેનાના ફાઇટર એરક્રાફ્ટ અને સર્વેલન્સ પ્લેટફોર્મ સક્રિય રહેશે. અધિકારીઓનું કહેવું છે કે આ કવાયત પ્રાદેશિક સુરક્ષા અને ઓપરેશનલ તૈયારીઓને મજબૂત બનાવવા માટે મહત્ત્વપૂર્ણ છે. NOTAM એટલે નોટિસ ટુ એર મિશન. તે પાઇલટ્સ, એર ટ્રાફિક કંટ્રોલર્સ અને એરક્રાફ્ટ ઓપરેટરોને જારી કરાયેલ એક સત્તાવાર નોટિસ છે, જે તેમને ફ્લાઇટ સલામતી સંબંધિત કોઈપણ મહત્ત્વપૂર્ણ, કામચલાઉ અથવા કાયમી ફેરફારોની જાણ કરે છે.

Leave a comment

Trending