નવેમ્બર મહિનામાં દેશભરમાં UPI (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) દ્વારા 2,047 કરોડ ટ્રાન્ઝેક્શન થયા, જેમાં 26.32 લાખ કરોડ રૂપિયાની લેણદેણ થઈ. વાર્ષિક ધોરણે લેણદેણની સંખ્યામાં 32%નો વધારો થયો છે. જ્યારે, ટ્રાન્સફર કરાયેલી રકમમાં 22%નો વધારો થયો છે. આ દરમિયાન દરરોજ સરેરાશ 68.2 કરોડ ટ્રાન્ઝેક્શન થયા અને ₹87,721 કરોડની રકમ ટ્રાન્સફર કરવામાં આવી.
આ પહેલા ઓક્ટોબરમાં 2,071 કરોડ ટ્રાન્ઝેક્શન દ્વારા ₹27.28 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ અત્યાર સુધીના કોઈપણ એક મહિનાનો રેકોર્ડ છે. UPIને રેગ્યુલેટ કરતી સંસ્થા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) એ આજે એટલે કે 1 નવેમ્બરે ડેટા જાહેર કર્યો.
IMPS, FASTag અને AePSમાં પણ વધારો
- IMPS પર નવેમ્બર 2024 ની સરખામણીમાં વ્યવહારોની સંખ્યા 10% ઓછી રહી, જોકે તેની રકમ 10% વધીને ₹6.15 લાખ કરોડ થઈ.
- FASTag ટ્રાન્ઝેક્શન વાર્ષિક ધોરણે 3% વધીને 36.9 કરોડ રહ્યું. ટ્રાન્સફર રકમ 16% વધીને ₹7,046 કરોડ રહી.
- AePS દ્વારા 10.8 કરોડ ટ્રાન્ઝેક્શન થયા, જેનાથી ₹28,428 કરોડની રકમ ટ્રાન્સફર થઈ. વાર્ષિક ધોરણે આ 19% વધુ છે.
ભારતમાં RTGS અને NEFT પેમેન્ટ સિસ્ટમનું સંચાલન RBI પાસે છે. IMPS, RuPay, UPI જેવી સિસ્ટમ્સને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) ઓપરેટ કરે છે. સરકારે 1 જાન્યુઆરી 2020થી UPI ટ્રાન્ઝેક્શન માટે ઝીરો-ચાર્જ ફ્રેમવર્ક ફરજિયાત કર્યું હતું.






Leave a comment