અદાણી ફાઉન્ડેશન, મુન્દ્રા દ્વારા ‘વિશ્વ દિવ્યાંગ દિવસ 2025’ની ઉજવણી સામાજિક પ્રગતિને આગળ વધારવા માટે દિવ્યાંગ-સમાવેશી સમાજોના વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે શાંતિવિહાર નાના કપાયા ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અદાણી પોર્ટસ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહ સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. રક્ષિત શાહે આ પ્રસંગે દિવ્યાંગોને પ્રોત્સાહન પૂરું પાડતા જણાવ્યું હતું કે અદાણી ફાઉન્ડેશન તેમના સર્વાંગી વિકાસ માટે હંમેશા તેમની સાથે છે અને ફાઉન્ડેશન તેમના ઉત્થાન માટે કટિબદ્ધ છે. આ પ્રસંગે મુન્દ્રા અને આજુબાજુના વિસ્તારના ૭૦ જેટલા દિવ્યાંગોએ ભાગ લીધો હતો.
મુન્દ્રા તાલુકા હેલ્થ ઓફિસર ડો.યોગેન્દ્ર પ્રસાદ મોહનતે સાહેબે ઉપસ્થિત દિવ્યાંગોને સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે મહત્ત્વપૂર્ણ માહિતી આપી હતી. અદાણી ફાઉન્ડેશનના કિશોરભાઈએ દિવ્યાંગો માટે ચાલી રહેલા ‘સ્વાવલંબન પ્રોજેક્ટ’ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે ફાઉન્ડેશન ૧૨૦૦થી વધુ દિવ્યાંગોને ૨૫૦૦ જેટલી અલગ-અલગ યોજનાઓનો લાભ અપાવવામાં સેતુરૂપ બન્યું છે. આ ઉપરાંત, ફાઉન્ડેશનના પ્રયત્નોથી આ વર્ષે ૨૦૦ દિવ્યાંગોને સરકારી યોજનાઓ સાથે જોડવામાં આવ્યા છે અને ૧૦૦ જેટલા દિવ્યાંગોને વિવિધ સાધન તથા કીટનો સહયોગ આપવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન અદાણી મુન્દ્રા પેટ્રોકેમિકલ ના સહયોગ થી ૨૫ જેટલા જરૂરિયાતમંદ દિવ્યાંગોને ટ્રાઇસિકલ અને વ્હીલચેર જેવા ઉપયોગી સાધનોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
દિવ્યાંગોના સ્વાવલંબનના દ્રષ્ટિકોણને આગળ વધારતા, મુન્દ્રા તાલુકાના રાતડીયા ગામના દિવ્યાંગ ઉદ્યોગસાહસિક મેઘાભાઈ રબારી, જેઓ પાબીબેન પેંડા ગૃહ ઉદ્યોગ ચલાવે છે, તેમને ગૃહ ઉદ્યોગ માટે શેડ બનાવી આપવા અર્થે આજે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. મેઘાભાઈ અને તેમના પરિવારે આ ઉમદા સહાય બદલ અદાણી ફાઉન્ડેશનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. કરછના 71 જેટલા દિવ્યાંગજનો ને કેબિન, હાથલારી, સિલાઈ મશીન, ગૃહ ઉધોગ માટે સાધનો વગેરેનો સ્વાવલંબન સ્પોર્ટ કરવામાં આવેલ છે. દિવ્યાંગ મંડળ વતી ભીમજીભાઈએ ફાઉન્ડેશન દિવ્યાંગો માટે કરી રહેલા ખૂબ જ સારા કાર્યોની સરાહના કરી હતી, જ્યારે દિવ્યાંગ જાગૃતીબેને અદાણી ફાઉન્ડેશનને દિવ્યાંગો માટે આશીર્વાદરૂપ ગણાવ્યું હતું. આ ઉજવણી દિવ્યાંગોના આત્મવિશ્વાસને નવી ઊર્જા પૂરી પાડી, સમાવેશી વિકાસના સંકલ્પને વધુ મજબૂત બનાવનારી રહી.






Leave a comment