સેન્સેક્સ 345 અંક ઘટીને 84,695 પર બંધ

અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે   સેન્સેક્સ 345 અંક ઘટીને 84,695 પર બંધ થયો છે. નિફ્ટીમાં 100 અંકનો ઘટાડો રહ્યો, તે 25,942 પર બંધ થયો છે.

સેન્સેક્સના 30 શેરોમાંથી 18માં ઘટાડો જોવા મળ્યો. નિફ્ટીના 50 શેરોમાંથી 33 શેર ઘટાડામાં રહ્યા. ઓટો, IT, ફાર્મા અને રિયલ્ટી શેરોમાં ઘટાડો રહ્યો, એકલા મીડિયા સેક્ટરમાં તેજી જોવા મળી છે.

  • એશિયન બજારોમાં કોરિયાનો કોસ્પી 2.20% ઉપર 4,220 પર અને જાપાનનો નિક્કેઈ ઇન્ડેક્સ 0.44% નીચે 50,526 પર બંધ થયો છે.
  • હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 0.71% નીચે 25,635 પર અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.041% વધીને 3,965 પર બંધ થયો છે.
  • 26 ડિસેમ્બરે અમેરિકાનો ડાઉ જોન્સ 0.041% ઘટીને 48,711 પર બંધ થયો હતો. જ્યારે, નાસ્ડેક કમ્પોઝિટમાં 0.086% અને S&P 500માં 0.030%નો ઘટાડો રહ્યો હતો.
  • 26 ડિસેમ્બરે વિદેશી રોકાણકારો (FIIs) એ 317.56 કરોડના શેર વેચ્યા અને સ્થાનિક રોકાણકારો (DIIs) એ 1,772.56 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા.
  • ડિસેમ્બરમાં 26 તારીખ સુધી FIIs એ કુલ ₹24,148.33 કરોડના શેર વેચ્યા. આ સમયગાળા દરમિયાન બજારને સંભાળી રહેલા DIIs એ ₹64,056.61 કરોડના શેર ખરીદ્યા છે.
  • નવેમ્બર મહિનામાં FIIs એ કુલ ₹17,500.31 કરોડના શેર વેચ્યા. જ્યારે, DIIs એ ₹77,083.78 કરોડની ખરીદી કરી. એટલે કે, બજારને સ્થાનિક રોકાણકારોનો ટેકો છે.

અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે એટલે કે શુક્રવાર, 26 ડિસેમ્બરે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 367 પોઈન્ટ ઘટીને 85,041 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 100 પોઈન્ટનો ઘટાડો રહ્યો, તે 26,042 પર બંધ થયો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 24માં ઘટાડો જોવા મળ્યો. બજાજ ફાઇનાન્સ અને એશિયન પેઇન્ટ્સ સહિત કુલ 8 શેરોમાં 1% થી વધુનો ઘટાડો રહ્યો. ટાઇટનનો શેર 2.2% ઉપર બંધ થયો.

નિફ્ટીના 50 શેરોમાંથી 35 નીચે બંધ થયા. NSE ના IT, ઓટો, રિયલ્ટી અને બેન્કિંગ ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો. મેટલ, FMCG અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં નજીવો વધારો રહ્યો.

Leave a comment

Trending