અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) ના 1,000 કરોડ રૂપિયાના નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs) ના પબ્લિક ઇશ્યૂને ગ્રાહકો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો છે. સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર ઈશ્યુ ખુલ્યાના 45 મિનિટમાં જ પૂરો ભરાઈ ગયો હતો. 500 કરોડ રૂપિયાનો બેઝ ઇશ્યૂ માત્ર 10 મિનિટમાં જ બંધ થઈ ગયો અને ગ્રીનશૂ વિકલ્પનો સમાવેશ કર્યા બાદ એક કલાકથી ઓછા સમયમાં સબસ્ક્રિપ્શન 1,000 કરોડ રૂપિયાને વટાવી ગયું હતું.
મંગળવારે ખુલેલો આ ઇશ્યૂ 19 જાન્યુઆરી, 2026 ના રોજ બંધ થશે, જેમાં વહેલા તે પહેલાના ધોરણે ફાળવણી કરવામાં આવશે. કંપનીના જણાવ્યા અનુસાર તે વાર્ષિક 8.90 ટકા સુધીનું અસરકારક વળતર આપે છે. ૫૦૦ કરોડ રૂપિયાની બેઝ સાઈઝમાં વધારાના ૫૦૦ કરોડ રૂપિયાનો ગ્રીન શૂ વિકલ્પ છે.
અદાણી એન્ટરપ્રાઈઝના NCDs ને BSE અને NSE પર લિસ્ટેડ કરવામાં આવશે, ICRA અને CARE રેટિંગ્સ દ્વારા ‘AA-‘ રેટિંગ સાથે તે સ્થિર આઉટલુક ધરાવે છે. NCDs સમાન રેટેડ ડેટ અને ફિક્સ્ડ ડિપોઝિટની તુલનામાં વધુ વળતર આપે છે. તેમાં રિટેલ રોકાણકારોને ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં સહભાગી થવાની પણ તક છે.
AEL દ્વારા જુલાઈ ૨૦૨૫ માં રૂ. ૧,૦૦૦ કરોડનો બીજો NCD ઇશ્યૂ પ્રથમ દિવસે જ માત્ર ત્રણ કલાકમાં સંપૂર્ણપણે સબસ્ક્રાઇબ થઈ ગયો હતોં, તે રોકાણકારોના મજબૂત વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. NCD એ કંપનીઓ દ્વારા રોકાણકારો પાસેથી ભંડોળ એકત્રિત કરી નિશ્ચિત વ્યાજ ચુકવણીનું વચન આપે છે. NCDs ૨૪, ૩૬ અને ૬૦ મહિનાની મુદતમાં ઉપલબ્ધ છે, જેમાં આઠ શ્રેણીમાં ત્રિમાસિક, વાર્ષિક અને સંચિત વ્યાજ ચુકવણીના વિકલ્પો છે.
AEL નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ, વિશાખાપટ્ટનમમાં ગૂગલ-અદાણી AI ડેટા સેન્ટર કેમ્પસ અને સમગ્ર ભારતમાં અનેક રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફૂટપ્રિન્ટનો વિસ્તારના કાર્યો કરે છે. AEL એ મોટા ભાગના પ્રોજેક્ટ્સ સમયસર પૂરા કરવાની ક્ષમતા દર્શાવી છે.
નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન, Google અને AdaniConnex દ્વારા વિશાખાપટ્ટનમમાં ગ્રીન એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ભારતના સૌથી મોટા AI ડેટા સેન્ટર કેમ્પસ વિકસાવવાની જાહેરાત તેમજ નાનાસા-પીડગાંવ HAM રોડ એ કંપનીના તાજેતરના મહત્વપૂર્ણ પ્રોજેક્ટસમાંના કેટલાક છે.
ઉલ્લેખનીય છે કે, AEL ને ત્રણ નવા પ્રોજેક્ટ્સ માટે એવોર્ડ લેટર મળ્યા છે, જેમાં ઉત્તરાખંડમાં સોનપ્રયાગ – કેદારનાથને જોડતો રોપવે, બિહારના રોડ પ્રોજેક્ટ્સ મુંગેર (સફિયાબાદ) થી સુલતાનગંજ રોડ, અને સુલતાનગંજ રોડ થી સબૌર રોડનો સમાવેશ થાય છે.






Leave a comment