અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) દ્વારા સંચાલિત મુન્દ્રા બંદરે ડિસેમ્બર 2025માં અસાધારણ પરિણામો હાંસલ કર્યા છે. ગત ડિસેમ્બરમાં મુંદ્રા પોર્ટે અનેક ઓપરેશનલ રેકોર્ડસ તોડ્યા અને રાષ્ટ્રીયસ્તરે પ્રશંસા પ્રાપ્ત કરી. મુંદ્રા બંદરના LPG ટર્મિનલે 208,104 મેટ્રિક ટન (MT) ની આયાત અને 194,303 MT ની ડિસ્પેચ નોંધાવી છે. આ ઉત્કૃષ્ટ કામગીરી ભારતની ઊર્જા પુરવઠા શૃંખલામાં મુન્દ્રા પોર્ટની મહત્વપૂર્ણ ભૂમિકાને વધુ મજબૂત બનાવે છે.
વૈવિધ્યસભર અદાણી ગ્રુપનો એક ભાગ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) ભારતના સૌથી મોટા ખાનગી વાણિજ્યિક બંદર મુન્દ્રા પોર્ટનું સંચાલન કરે છે. બંદરની સફળતામાં આધારસ્તંભ એવી સલામતી બાબતની વાત કરીએ તો, ડિસેમ્બરમાં LPG ટર્મિનલે એક પણ લોસ્ટ ટાઇમ ઇજા (LTI) વિના 1.5 મિલિયન મેન-અવર્સનો સફળ ઉપયોગ કર્યો. આ સલામત અને કાર્યક્ષમ કામગીરી પોર્ટની કાર્યદક્ષતાને ઉજાગર કરે છે.
રેલવે વિભાગે SPRH એ 153,950 TEUs (657 ટ્રેનોમાં) નું પ્રોસેસિંગ કરીને એક નવો થ્રુપુટ રેકોર્ડ બનાવ્યો, જે ઓક્ટોબર 2025 માં નિર્ધારિત 153,150 TEUs (643 ટ્રેનો) ના તેના અગાઉના લક્ષ્યને વટાવી ગયો.
મુન્દ્રા પોર્ટે રેલ્વે સેવાઓમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. ડિસેમ્બર સૌથી વધુ સંખ્યામાં ડબલ સ્ટેક કન્ટેનરનું સંચાલન પ્રાપ્ત કર્યું. જેમાં 943 રેક (394 નિકાસ, 549 આયાત) અને કુલ 0.50 લાખ TEUs ને હેન્ડલ કર્યા. આ સિદ્ધિ ઓક્ટોબર 2025 માં 912 રેક અને 0.51 લાખ TEUs ના અગાઉના રેકોર્ડને વટાવી ગઈ.
એકંદરે આયાત-નિકાસના વિગતવાર આંકડાઓ પણ પોર્ટની કામગીરીમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. નિકાસ ઓક્ટોબરની 342 રેકથી વધીને ડિસેમ્બરમાં 394 રેક થઈ, જ્યારે આયાત 570 રેકની સરખામણીમાં 549 રેક જોવા મળી.
મુન્દ્રા પોર્ટના સન્માનમાં વધુ એક તાજ એનાયત થયો. ૧૯ ડિસેમ્બરના રોજ ગાંધીધામ ખાતે એક્ઝિમ સ્ટાર એવોર્ડ્સ ૨૦૨૫માં “પોર્ટ ઓફ ધ યર – કન્ટેનરાઇઝ્ડ કાર્ગો” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. દરિયાઈ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રોમાં અગ્રણી તરીકે તેની સ્થિતિને આ એવોર્ડ વધુ મજબૂત બનાવે છે. વિક્રમી પ્રદર્શન અને સલામતી પ્રત્યેના અડગ સમર્પણ સાથે મુન્દ્રા પોર્ટ ભારતના વેપાર ક્ષેત્રમાં એક પ્રેરક બળ રહ્યું છે.






Leave a comment