BMC ચૂંટણીના પરિણામ ( વલણ )
ભાજપ : 90
શિવસેના ( યુબિટી ) : 73
શિવસેના ( શિંદે ) : 29
કોંગ્રેસ : 16
MNS : 10
NCP ( શરદ પવાર ) : 0
NCP ( અજિત પવાર ) : 0
VBA : 0
OTH : 9
BMC ચૂંટણીમાં બહુમતી મળવાની ખુશીમાં ભારતીય જનતા પાર્ટી ઉજવણી મનાવી રહી છે. મહારાષ્ટ્રના મોટા નેતાઓ એકબીજાને મીઠાઈ ખવડાવી રહ્યા છે. દિગ્ગજ નેતાઓ જનતાનો આભાર માની રહ્યા છે ત્યારે શિવસેના ( ઉદ્ધવ ઠાકરે જૂથ )ના નેતા સંજય રાઉતે મોટો દાવો કર્યો છે. સંજય રાઉતે કહ્યું છે, કે આ પ્રતિક્રિયા આપવાનો યોગ્ય સમય નથી. ફાઈનલ પરિણામો તો અડધી રાતે આવશે. ઘણા વોર્ડમાં પણ હજુ પરિણામ આવવાના જ બાકી છે. 100 વોર્ડમાં પણ ગણતરી પણ બાકી છે. હા, હું માનું છું કે કાંટાની ટક્કર છે પણ શિવસેના ( યુબિટી ) પાછળ છે તે વાત સત્ય નથી. અમુક લોકો જે આંકડા બતાવી રહ્યા છે તે બદલાઈ શકે છે. કદાચ આ મેચ ડ્રો પણ થઈ શકે છે.
નાગપુર, પૂણે, થાણે, નવી મુંબઈ, નાસિકમાં પણ ભાજપ ગઠબંધનને બહુમતી મળી છે. ચંદ્રપુરમાં કોંગ્રેસને જ્યારે પરભણી નગરમાં શિવસેના ( ઉદ્ધવ જૂથ )ને લીડ મળી છે. માલેગાંવમાં શિવસેના ( શિંદે ) સૌથી મોટી પાર્ટી બની છે
લાતૂર નગર નિગમ ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતી મળી છે. અહીં કુલ 70માંથી 43 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે જ્યારે ભાજપ 22 બેઠક સાથે બીજા સ્થાન પર રહી.
અસદુદ્દીન ઓવૈસીની આગેવાની હેઠળની એઆઈએમઆઈએમ માલેગાંવના 20 વોર્ડમાં આગળ ચાલી રહી છે. ખાસ વાત એ છે કે 84 વોર્ડ ધરાવતા માલેગાંવમાં ભાજપ 2 બેઠક સાથે પાંચમા ક્રમે છે. 18 સીટ પર લીડ સાથે બીજા ક્રમે શિવસેના છે. સપા 6 સીટ, કોંગ્રેસ 3 બેઠક પર આગળ ચાલી રહી છે.
નાગપુુરમાં તમામ બેઠકોના વલણો જાહેર થઈ ગયા છે. જેમાં 151માંથી ભાજપને 113 બેઠક પર લીડ મળી છે. જ્યારે કોંગ્રેસને 30 બેઠક પર, શિવસેના યુબીટી અને એનસીપીને 1-1 બેઠક પર લીડ મળી છે. જ્યારે અન્યોના ખાતામાં 6 બેઠક આવી છે.
નવાબ મલિકના ભાઈ કપ્તાન મલિકનો કુર્લા વેસ્ટ બેઠક પર પરાજય, તેઓ 165 વોર્ડ નંબરની બેઠક પરથી ચૂંટણી લડ્ય હતા. તેમને એનસીપી અજિત પવારે ઉમેદવાર બનાવ્યા હતા.
નાગપુરની 151 બેઠકમાંથી ભાજપ 98 બેઠક પર લીડ મેળવી ચૂક્યો છે. આ સાથે વલણોમાં ભાજપ બહુમતીમાં આવી ગયો છે.
બીએમસી ચૂંટણીથી એક મોટા સમાચાર એ આવ્યા છે કે પહેલી બેઠક કોંગ્રેસના ઉમેદવારે જીતી લીધી છે. વોર્ડ નંબર 183માં કોંગ્રેસના ઉમેદવારે જીત નોંધાવી છે. જ્યારે વોર્ડ નંબર 214 પ્ર ભાજપના ઉમેદવાર જીત્યા છે.
સંજય રાઉતે ભજપ સામે ગંભીર આરોપ મૂકતાં કહ્યું હતું કે ચૂંટણી માટે મતદાન પૂરું થતાં જ બીએમસીના કમિશનરે ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આચારસંહિતા લાગુ હોવા છતાં તેઓ આવું કેવી રીતે કરી શકે?
બીએમસી સહિત મહારાષ્ટ્રની 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતગણતરીની શરૂઆત થઇ ચૂકી છે. મોટાભાગે ભાજપનો દરેક જગ્યાએ દબદબો જોવા મળી રહ્યો છે. હાલમાં વલણો જાહેર થઇ રહ્યા છે. જેના આધારે પૂણેમાં ભાજપ 32 તો એનસીપી 14 બેઠક પર આગળ છે. જ્યારે બીએમસીની ચૂંટણીની વાત કરીએ તો 46 બેઠકના વલણો સામે આવ્યા છે. જેમાં ભાજપ ગઠબંધન 25, ઉદ્ધવ જૂથ 19, કોંગ્રેસ 2 બેઠક પર આગળ દેખાય છે.
ઉલ્લેખનીય છે કે એનડીએ ગઠબંધન એટલે કે મહાયુતિ મહારાષ્ટ્રની સ્થાનિક એકમની ચૂંટણીમાં 60થી વધુ બેઠકો પહેલાથી જ બિનહરિફ જીતી ચૂક્યું છે. તેમાં સૌથી વધુ બેઠક 43 ભાજપ જીત્યો હતો. જ્યારે એકનાથ શિંદેની શિવસેનાએ 19 અને એનસીપીએ 2 બેઠક જીતી હતી. જેને લઈને વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. ચૂંટણી પંચે પણ આ મામલે તપાસના આદેશ કર્યા હતા.
આ તમામ ચૂંટણીઓમાં સૌથી વધુ ચર્ચા બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)ની છે, જે દેશની સૌથી ધનિક નગર નિગમ છે અને તેનું બજેટ 74,400 કરોડ રૂપિયાથી વધુ છે. BMCમાં કુલ 227 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જ્યાં બહુમતી માટે 114 બેઠકોની જરૂર છે. ગુરુવારે આવેલા એક્ઝિટ પોલ્સમાં મહાયુતિ (ભાજપ + એકનાથ શિંદેની શિવસેના) ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.





Leave a comment