અદાણી ફાઉન્ડેશન દ્વારા નાના કપાયામાં સીસી રોડનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો

અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા તાલુકાનાં નાના કપાયા ગામમાં સીસી રોડનું ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સીસી રોડનાં નિર્માણથી ગામની અંદરની આવન જાવન વધુ સરળ બનશે.અદાણી ફાઉન્ડેશન ગામના વિકાસમાં હંમેશા સાથે રહ્યું છે. શિક્ષણ, આરોગ્ય, આજીવિકા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં વિવિધ કાર્યો દ્વારા ગામના લોકોના જીવનને વધુ સારું બનાવવાનો સતત પ્રયાસ કરી રહ્યું છે. આ કાર્યક્રમ ગામ અને અદાણી ફાઉન્ડેશન વચ્ચેના સહકાર અને વિકાસની મજબૂત ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે.

આ કાર્યક્રમમાં અદાણી પોર્ટ્સ એન્ડ સેઝના એક્ઝિક્યુટિવ ડાયરેકટરશ્રી રક્ષિતભાઈ શાહનું વિશેષ સન્માન નાના કપાયા-બોરાણા જૂથ પંચાયતના સરપંચશ્રી જખુભાઇ મહેશ્વરી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રક્ષિતભાઈ શાહે જણાવ્યું હતું કે નાના કપાયા ગામ એ અમારા હૃદયની સૌથી નજીક છે.આ ગામને મોડલ ગામ બનાવવા માટે આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરીશું. ગામનાં અગ્રણીશ્રી નાગશીભાઈ ગઢવીએ આ કાર્યને ગ્રામજનો માટે ખૂબ ઉપયોગી ગણાવ્યું હતું તેમજ અત્યાર સુધી અદાણી ફાઉન્ડેશન દ્વારા કરાયેલા વિવિધ કાર્યો માટે ગ્રામજનો અને પંચાયત તરફથી પણ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં ગામનાં ઉપસરપંચ શ્રીમતી પ્રફુલાબા ઝાલા, મુન્દ્રા તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી ગીતાબેન સોધમ, કપાયા મહેશ્વરી સમાજના પ્રમુખશ્રી સામજીભાઈ સોધમ, ગઢવી સમાજના પ્રમુખશ્રી રામભાઈ ગઢવી, ગ્રામ પંચાયત સભ્યશ્રી સકુરભાઈ સુમરા, અદાણી ફાઉન્ડેશન મુન્દ્રા સી.એસ.આર હેડ શ્રી કિશોરભાઈ ચાવડા, ગ્રામ પંચાયતના તમામ સભ્યો, ગ્રામજનો, અદાણી ફાઉન્ડેશનના અધિકારીઓ  તેમજ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાના કપાયા વાડી વિસ્તારના આચાર્યશ્રી અર્જુનભાઈ એ કર્યું હતું અને આભારવિધિ અદાણી ફાઉન્ડેશનના પ્રતિનિધિશ્રી કરસનભાઈ ગઢવીએ કરી હતી.

Leave a comment

Trending