અદાણી મેડિકલ કોલેજ માં ૭૭ માં પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી

અદાણી સંચાલિત GAIMS મેડિકલ કોલેજના એનાટોમી ગ્રાઉન્ડમાં ૭૭માં પ્રજાસત્તાક દિવસની મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સ કાઉન્સિલ દ્વારા શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. કમાન્ડિંગ ઓફિસર ૨૦૭૫ ફિલ્ડ હોસ્પિટલ કર્નલ શેમિલ પોલ અને કમાન્ડિંગ ઓફિસર, મીલીટરી હોસ્પિટલ ભુજના કર્નલ રાખી નેગીના હસ્તે ધ્વજવંદન તેમજ રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. ગેઈમ્સના ડાયરેક્ટર ડો બાલાજી પિલ્લઈએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. સિક્યુરિટી ઓફિસર દિલીપ ગામેતીએ આભાર દર્શન કર્યું હતું. આ પ્રસંગે ડો.દેવિકા ભટ તેમજ આસિ ડીન ડો.અજીત ખીલનાની તેમજ મોટી સંખ્યામાં તબીબો, એડમિન સ્ટાફ અને સિક્યુરિટી જવાનો ધ્વજવંદન કાર્યક્રમમાં જોડાયા હતા.

Leave a comment

Trending