મહિલાઓમાં કેન્સરને કારણે થતાં મૃત્યુમાં સૌથી મોટું પ્રમાણ હોય તો સર્વાઇકલ કેન્સર એટલેકે ગર્ભાશયના કેન્સરનું છે. દેશની જાણીતી મેડિકલ સંસ્થાના સર્વે મુજબ ભારતમાં દર વર્ષે ૧.૨૫ લાખ સર્વાઇકલ કેન્સરના કેસ સામે આવે છે,પરંતુ લગભગ ૭૭ હજાર જેટલી મહિલાઓનું મૃત્યુ થાય છે.
અદાણી સંચાલિત GAIMS જી.કે જનરલ હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગના હેડ ડૉ.પ્રફુલ્લાબેન કોટક અને ચાર્મીબેન પાવાણીએ જાન્યુ ૨૦૨૬ સર્વાઇકલ કેન્સર જાગૃતિ માસ નિમિતે કહ્યું કે, આ હકીકત સાથે એ પણ સાચું છે કે, જો સમયસર તપાસ, પરીક્ષણ થઈ જાય અને રસીકરણ કરાય તો ઘણે અંશે સ્થિતિ કાબૂમાં આવી શકે એમ છે.
આ કેન્સરને કાબુમાં લેવા કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે, તેનું કારણ આ એક સામાજિક પ્રશ્ન પણ છે.જાગૃતિના અભાવે આ કેન્સરનો ભોગ ગરીબ મહિલા વધુ બને છે. માટે આ કેન્સરથી બચવા જાગૃતિ અને નિયમિત તપાસ કરાવવી જરૂરી બને છે.આ કેન્સરથી બચવા ૯થી૧૪વર્ષની દીકરીઓ માટે રસી તેમજ ૨૫ વર્ષ પછી નિયમિત તપાસ થવી જોઈએ.આમ ગર્ભાશયના કેન્સર માટે આર્થિક,સામાજિક અને ભૌગોલિક પરિબળો જેવા કારણો અનેક છે,એમ ડો.ધાર્મી વેલાણી અને શુભ્રા શ્રીવાસ્તવએ જણાવ્યું હતું.
ગર્ભાશય કેન્સરના લક્ષણો:
ગર્ભાશય કેન્સરના લક્ષણો અંગે ડો.ખુશ્બુ પટવાએ કહ્યું કે,જો મેનોપોઝ એટલેકે રજોનિવૃત્તિ તેમજ શારીરિક સંબંધ પછી વધુ રક્તસ્ત્રાવ, સ્ત્રાવમાં ટુકડા પડવા,શારીરિક સંબંધ તેમજ પેશાબ કરતી વખતે દર્દ,ભૂખ ન લાગવી,અચાનક વજન ઘટવું,પગમાં સુઝન જેવું જણાય તો તુરંત સ્ત્રી વિશેષજ્ઞનો સંપર્ક કરવો.
ગર્ભાશય કેન્સરથી બચાવ અને સારવાર:
સારવારને કેન્સરના સ્ટેજ ઉપર નિર્ભર કરે છે. જેમાં સર્જરી, રેડીએસન થેરાપી, કેમોથેરાપી મુખ્ય છે અને શરૂઆતી સ્ટેજમાં નાની સર્જરીથી પણ રાહત મળે છે. જ્યારે બચાવમાં નિયમિત સ્ક્રીનીંગ, HPV રસીકરણ ને સ્વસ્થ જીવનશૈલી મુખ્ય છે.






Leave a comment