300 બેડ ધરાવતી વડોદરાની ઝાયડસ મલ્ટિસ્પેશિયાલિટી અને કેન્સર હૉસ્પિટલે, વડોદરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુરોલોજીકલ સાયન્સ (VINS) હૉસ્પિટલ હસ્તગત કરી છે. 50 બેડ ધરાવતા આ સેન્ટરના સંપાદન સાથે, ઝાયડસ હૉસ્પિટલ્સને ન્યુરોલોજી અને ન્યુરોસર્જરીમાં એક સમર્પિત સેન્ટર મળશે જે તેને ન્યુરો-કેરની જરૂરિયાત ધરાવતાં દર્દીઓ સુધી પહોંચવા સક્ષમ બનાવશે.
આ વિષય પર, ઝાયડસ હૉસ્પિટલ્સના ચેરમેન પંકજભાઈ પટેલે જણાવ્યું હતું કે,ઝાયડસ મલ્ટીસ્પેશિયાલિટી અને કેન્સર હૉસ્પિટલ ઝડપથી વડોદરામાં એડવાન્સ્ડ મેડિકલ કેર માટેનું એક વિશ્વસનીય કેન્દ્ર બની ગયું છે. VINS હૉસ્પિટલને એક્વાયર કરવા સાથે, અમે અમારી ન્યુરો-સ્પેશિયાલિટી ક્ષમતાઓને નોંધપાત્ર રીતે મજબૂત બનાવી રહ્યા છીએ. જેની હેઠળ અગ્રણી ક્લિનિકલ કુશળતા, અદ્યતન ટેકનોલોજી અને વ્યાપક સેવાઓને અમે એકસાથે લાવી રહ્યા છીએ. આ સાથે ઝાયડસ, વડોદરા તથા સમગ્ર વિસ્તારના લોકો માટે વિશ્વ-સ્તરીય આરોગ્યસંભાળ ઘરઆંગણે ઉપલબ્ધ કરાવશે અને ન્યુરોસાયન્સ સંભાળ માટે ભારતના સૌથી વ્યાપક કેન્દ્રોમાંના એક બનાવવાના અમારા વિઝનને આગળ વધારશે.”
આ પગલું ઝાયડસ હૉસ્પિટલ્સના ન્યુરોસાયન્સ પોર્ટફોલિયોને નોંધપાત્ર રીતે વધુ સક્ષમ બનાવશે, જે બ્રેઈન અને સ્પાઇનલ ટ્યુમર, એન્યુરિઝમ, મૂવમેન્ટ ડિસઓર્ડર્સ, સ્ટ્રોક, ટ્રોમા, ડીપ બ્રેઇન સ્ટીમ્યુલેશન (DBS), તેમજ એપિલેપ્સી સર્જરીની સાથે સંપૂર્ણ એપિલેપ્સી કેર જેવી જટિલ પરિસ્થિતિઓનું સંચાલન કરવા માટે કુશળતા લાવશે.
બે દાયકા પહેલા ડૉ.મોનિશ મલ્હોત્રાના નેતૃત્વ હેઠળ સ્થાપિત થયેલી VINS હૉસ્પિટલે વડોદરામાં વિશેષ ન્યુરોલોજીકલ સારવાર માટે પ્રતિષ્ઠા હાંસલ કરી છે. જેમાં પ્રખ્યાત નિષ્ણાતો ડૉ.સુરેશ નાયક,ડૉ.રાકેશ શાહ અને ડૉ. મિહિર આચાર્ય, ઝાયડસ ટીમનાં ડૉ.ચતુર્ભુજ રાઠોડ તથા ડૉ. ભગવતી સાલગોત્રા સાથે જોડાશે. તેમના દાયકાઓનાં ક્લિનિકલ અનુભવ અને સર્જિકલ કુશળતાથી ઝાયડસની ન્યુરો સેવાઓ વધુ વિસ્તૃત બનશે.






Leave a comment