પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા રાપર પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કલ્યાણપર ગામે વિલેજ વિઝીટ અને રાપરના ત્રિકમ નગર વિસ્તારમાં મોહલ્લા મુલાકાત લઈ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા.
ખાસ કરીને શાળાઓ પાસે રોમિયોગીરી ડામવા માટે ‘સ્પેશિયલ સ્ક્વોડ’ ની રચના કરવા સ્થાનિકોએ રજૂઆત કરી હતી. તેરા તુજકો અર્પણ: ફતેગઢ સોનીની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાતા એસપીના હસ્તે દાગીના મૂળ માલિકને પરત સોંપાયા,ચોરીનો માલ પરત મળતા સોની સમાજ દ્વારા પોલીસ વેલ્ફેર ફંડ માટે રૂ.25,000નો ચેક અર્પણ કરાયો હતો.
કલ્યાણપરમાં સીસીટીવી લગાવવા અને સાયબર ફ્રોડથી બચવા એસપીએ ગ્રામજનોને અનુરોધ કર્યો. સરસ્વતી હાઈસ્કૂલ અને કોલેજ પાસે લુખ્ખા તત્વોનો ત્રાસ હોવાની રજૂઆત બાદ કડક કાર્યવાહીના આદેશ કર્યો હતો.રાપર પોલીસ મથક ખાતે ડીવાયએસપી સાગર સાંબડા અને પીઆઈ જે.બી. બુબડીયાની હાજરીમાં શિસ્તબદ્ધ પરેડ યોજાઈ હતી.
ત્યારબાદ એસપીએ પોલીસ સ્ટેશનના દફતર અને કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્યના પીએ વિનુભાઈ થાનકી, ઉમેશભાઈ સોની, સરપંચ પરબતભાઈ કારોત્રા, રત્નાભાઈ રબારી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. મેઘવાળ સમાજ દ્વારા સ્મશાનમાં થતા દબાણને રોકવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી.એસપીની મહત્વની વિઝીટ અને વાર્ષિક ઇન્સ્પેક્શન હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા પત્રકારોને કોઈપણ પ્રકારની જાણ કે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.






Leave a comment