વીજટ્રેકના થાંભલા ઉપર ચડેલા તરુણને કરંટ લાગતા ૫૦- ૬૦ ટકા ગંભીર રીતે દાઝવા છતાં બચાવી લેવાયો

અદાણી સંચાલિત GAIMS જી.કે.જન હોસ્પિ.ના બર્ન્સ કેર યુનિટમાં અપાઈ સઘન સારવાર

ભુજમાં રેલ્વે ટ્રેક ઉપર આવેલા વીજ થાંભલા ઉપર પતંગ લેવા ચડેલા ૧૧ વર્ષના તરુણને વીજ શોક લાગવાથી સખત રીતે દાઝવા ઉપરાંત ૧૫ ફૂટ નીચે ધરતી ઉપર પટકાયો છતાં તેને  અદાણી સંચાલિત GAIMS જી કે.જનરલ હોસ્પિટલના બર્ન્સ કેર યુનિટમાં ઘનિષ્ઠ સારવાર આપી બચાવી લેવાયો હતો.

આ બર્ન્સ યુનિટના હેડ ડૉ.મહાલક્ષ્મી પિલ્લાઈ અને ડો.ઝીલ પટેલે સખત રીતે દાઝેલા ચંદન નામના કિશોરની  વિગતો આપતા જણાવ્યું કે,વીજ થાંભલા ઉપર અટકી ગયેલા પતંગને લેવાની લાલચમાં થાંભલા ઉપર  ચડ્યો અને એકાએક વીજ શોક લગતા જમીન ઉપર પછડાયો. પરિણામે પગ અને પીઠમાં ૫૦ થી ૬૦ ટકા જેટલો ગંભીર રીતે  દાઝી ગયો હતો.

થાંભલા પરથી ૧૫ ફૂટ નીચે પડવા છતાં તેને સદ્નસીબે બીજી કોઈ ઇજા થઈ નહોતી: 

કિશોરને બર્ન્સ કેર વિભાગમાં દાખલ કરી હાઈ મેડિકેશન ને ઉચ્ચ કક્ષાના એન્ટિબોટિક તેમજ એકાંતરે ડ્રેસિંગના સથવારે બે અઠવાડિયા સુધીની સઘન સારવાર આપવામાં આવી હતી.સારવારમાં ડો.દૃષ્ટિ તેમજ નર્સિંગ ઈન્ચાર્જ બલિરામ શર્મા વિગેરે જોડાયા હતા.

Leave a comment

Trending