સેન્સેક્સ 485 પોઈન્ટ વધીને 84,066 પર બંધ

આજે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો. સેન્સેક્સ 485 પોઈન્ટ વધીને 84,066 પર બંધ થયો. નિફ્ટી 174 પોઈન્ટ વધીને 25,867 પર બંધ થયો.

સેન્સેક્સના 30 શેરમાંથી 21 શેર વધ્યા અને 9 શેરોમાં ઘટાડો થયો. મેટલ, બેંકિંગ અને રિયલ્ટી શેરોમાં તેજી જોવા મળી. મજબૂત ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા પછી SBI 7.63% વધીને બંધ થયો.

  • જાપાનનો નિક્કેઈ ઇન્ડેક્સ 4.73% વધીને 56,820 પર અને દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 4.44% ઉપર 5,314 પર કારોબાર કરી રહ્યો છે.
  • હોંગકોંગનો હેંગસેંગ 1.78% વધીને 27,033 પર અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.25% ઉપર 4,114 પર કારોબાર કરી રહ્યો છે.
  • 6 ફેબ્રુઆરીએ અમેરિકાનો ડાઉ જોન્સ 2.47% ઉપર 50,115 પર બંધ થયો. નાસ્ડેક 2.18% અને S&P 500 1.97% વધીને બંધ થયો.
  • વિદેશી રોકાણકારો (FII) એ 6 ફેબ્રુઆરીના રોજ ₹1,950 કરોડના શેર ખરીદ્યા. જ્યારે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ ₹1,265 કરોડનું વેચાણ કર્યું હતું.
  • ડિસેમ્બર 2025માં FIIs એ કુલ ₹34,350 કરોડના શેર વેચ્યા હતા. આ સમયગાળા દરમિયાન બજારને સંભાળી રહેલા DIIs એ ₹79,620 કરોડના શેર ખરીદ્યા હતા.

ગુરુગ્રામ સ્થિત નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (NBFC) આય ફાઇનાન્સનો IPO આજથી ખુલશે. રોકાણકારો 11 ફેબ્રુઆરી સુધી તેમાં બોલી લગાવી શકશે. કંપની આ ઇશ્યૂ દ્વારા ₹1,010 રૂપિયા એકત્ર કરવા માંગે છે.

આ પહેલાં ગયા અઠવાડિયે શેરબજારમાં તેજી જોવા મળી હતી. 6 ફેબ્રુઆરી (શુક્રવાર) ના રોજ સેન્સેક્સ 266 પોઈન્ટ વધીને 83,580 ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 50 પોઈન્ટ વધીને 25,693 ના સ્તરે બંધ થયો હતો.

Leave a comment

Trending