અદાણી મેડિકલ કોલેજના પ્રથમ વર્ષ MBBSના છાત્રોમાં પુસ્તકના જ્ઞાન સાથે નિદાનાત્મક કુશળતા કેળવવા નવતર પ્રયોગ

૧૫૦ વિધાર્થીઓએ ૧૫ ગ્રુપમાં વિભાજિત થઈ ૧૫ રોગ ઉપર કર્યું જીવંત પોસ્ટર નિરૂપણ

અદાણી મેડિકલ કોલેજના પ્રથમ વર્ષ MBBSના છાત્રો ક્લાસ રૂમમાં બેસીને  પુસ્તકનું સૈધ્ધાંતિક (થિયરી)જ્ઞાન પ્રાપ્ત કરે એ સાથે તેમનામાં શરૂઆતથી  નિદાનાત્મક કુશળતા કેળવાય એ માટે  “અર્લી ક્લીનિકલ એક્સપોઝર”અંગે નવતર  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મેડિકલ કોલેજના બાયો કેમેસ્ટ્રી વિભાગ દ્વારા કરાયેલા આ આયોજનમાં કોલેજના પ્રથમ વર્ષના ૧૫૦ વિધાર્થીઓને ૧૫- ૧૫ ગ્રુપમાં વિભાજિત કરી ૧૫  વિવિધ રોગ અંગેનો સંપૂર્ણ કેસ પોસ્ટરમાં જીવંત(લાઇવ)ચિત્ર નિરૂપણ કરવાનું હતું.આ પોસ્ટર ચિત્રણની વિશિષ્ટતા એ હતી કે,પ્રત્યેક રોગના પોસ્ટર સાથે એક QR કોડ જોડેલું હતું, જે સ્ક્રીન કરવાથી સંબંધિત રોગ અંગે દર્દની શરૂઆતથી સારવાર અને સાજા થવાની પ્રક્રિયાની પ્રાયોગિક જાણકારી વિડિઓ રૂપે  પ્રાપ્ત થાય છે.

આ પોસ્ટર નિરૂપણથી છાત્રોમાં થિયરી વાંચવા ઉપરાંત નિદાનની સમજ અને વ્યવહારુ સમજ કેળવાય છે.

બાયો કેમિસ્ટ્રી વિભાગના પ્રો.અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડો.અમિત મહેશ્વરી સાથે મેન્ટોર તરીકે આસિ.પ્રોફે.ડો.દર્શન પટેલ અને ડો.વેંકટેશ રાવ તેમજ ટ્યુટર ડો.રિયા અને ડો. દિપેશના માર્ગદર્શન હેઠળ ડાયાબિટીસ,સંધિવા,હૃદય રોગ,થેલેસેમીયા, સિકલ સેલ એનિમિયા વિગેરે જેવા ૧૫ રોગનો સમાવેશ થાય છે.પોસ્ટરના પriક્ષણ માટે આસિ. ડીન ડો.અજીત ખીલનાની,મેડિસિન વિભાગના હેડ ડૉ.દેવિકા ભટ અને ડો. સંદીપ ટીલવાણી જજીસ રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે,સામાન્ય રીતે પ્રથમ વર્ષના MBBS વિધાર્થીઓને હોસ્પિટલમાં દર્દીઓ સાથે રૂબરૂમાં નિદાન કરવાનું  હોતું નથી ત્યારે હોસ્પિટલનો માહોલ  પોસ્ટર, QR કોડ અને વિડિઓ રૂપે  દરેક છાત્રોને મળી રહે એ માટે આ પ્રકારે ચિકિત્સા વ્યસાયને પ્રેરિત કરવામાં આવી હતી.

Leave a comment

Trending