આવતા મહિને એટલે કે માર્ચમાં દેશના અલગ-અલગ રાજ્યોમાં કુલ 18 દિવસ બેંકોમાં કામકાજ નહીં થાય. RBI દ્વારા જાહેર કરાયેલા કેલેન્ડર મુજબ, આવતા મહિને 5 રવિવાર અને બીજા-ચોથા શનિવાર ઉપરાંત 11 દિવસ અલગ-અલગ જગ્યાએ બેંક બંધ રહેશે.
આવી સ્થિતિમાં જો તમને આવતા મહિને બેંક સંબંધિત કોઈ જરૂરી કામ હોય તો આ રજાઓને ધ્યાનમાં રાખવી પડશે.

તમે બેંકોની રજા હોવા છતાં ઓનલાઈન બેંકિંગ અને ATM દ્વારા પૈસાની લેવડદેવડ અથવા અન્ય કામ કરી શકો છો. આ સુવિધાઓ પર બેંકોની રજાઓની કોઈ અસર નહીં થાય.
માર્ચ 2026માં શેરબજારમાં 12 દિવસ કારોબાર નહીં થાય. તેમાં 9 દિવસ શનિવાર અને રવિવારે કારોબાર નહીં થાય. આ ઉપરાંત, શેરબજાર 3 માર્ચે હોળી, 26 માર્ચે શ્રી રામનવમી અને 31 માર્ચે શ્રી મહાવીર જયંતિ નિમિત્તે પણ બંધ રહેશે.






Leave a comment