જી.કે.જન. હોસ્પિ. ના મેડિસિન વિભાગે ૪ થી માર્ચ “વિશ્વ સ્થૂળતા દિવસ” નિમિતે આપ્યું માર્ગદર્શન

સ્થૂળતા સામે પગલાં લેવાના ૮ અબજ કરણો સાથે WHO ની થીમ

વિશ્વમાં ૧ અબજ અનેભારતમાં ૮ કરોડ લોકો મેદસ્વી

વિશ્વ અને ભારતમાં સ્થૂળતાનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે.અને તેટલીજ  ગતિએ WHO અને દુનિયાની આરોગ્ય સંસ્થાઓ તેના નિવારણ માટે કામે લાગી છે. આ હકીકતને ધ્યાનમાં રાખી વિશ્વ આરોગ્ય સંસ્થાએ તો વર્ષ ૨૦૨૬ માટેનો વિષય (થીમ) આપી કહ્યું છે કે “સ્થૂળતા સામે પગલાં લેવાના ૮ અબજ કરણો મોજુદ છે”. વિશ્વની ૮ અબજ વસ્તી સામે દુનિયામાં એક અબજ અને ભારતમાં ૮ કરોડ લોકો સ્થૂળતાથી પીડિત છે. 

શરીરમાં ચરબી અર્થાત્ મેદસ્વિતા વધવાનું મુખ્ય કારણ પ્રથમ તો બિનઆરોગ્યપ્રદ ખોરાક અને નિષ્ક્રિય જીવનશૈલી ઉપરાંત આનુવંશિક, હોર્મોનમાં ફેરફાર,ચયાપચયમાં ઘટાડો, ખરાબ ઊંઘ,દવાની અસર વિગેરે મુખ્ય કારણ છે ,એમ અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના મેડિસિન વિભાગના હેડ ડૉ.દેવિકા ભટે  જણાવ્યું હતું.જો સ્થૂળતા વધે તો હૃદયરોગ,કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ,સાંધાના રોગો અને ચોક્કસ પ્રકારના કેન્સર થવાની સંભાવના રહે છે.

સમગ્ર વિશ્વમાં એક મોટી જનસંખ્યા વજન ઉતારવાના કામમાં જોતરાયેલી છે.તેઓ કોઈપણ રીતે વજન ઉતારવા ઈચ્છે છે,પરંતુ તબીબો કહે છે વજન ચોક્કસ ઘટાડવું જોઈએ પણ આરોગ્ય નહીં.કોઈપણ રીતે વજન ઉતારવાની વિચારસરણી યોગ્ય નથી.માત્ર વ્યાયામ જ નહીં પણ ખોરાક સંતુલન,યોગ અને આસન એટલાજ જરૂરી છે.બિલકુલ ન ખાવું અને કસરત જ કરે રાખવાથી ખતરો ઉત્પન્ન થઈ શકે છે.

તબીબો કહે છે ખાવા પીવાનું મહત્વ વ્યાયામથી ઓછું નથી.ધીરે ધીરે વજન ઓછું કરવામાં જ ફાયદો છે.તબીબો કહે છે રોજ જેટલી કેલેરી લેવાય છે તેની માત્રામાં ૫૦૦ કેલેરી ખોરાક ઓછો લેવો જોઈએ.

વજન ઘટાડવા ખોરાક, વ્યાયામ અને આસન:

વજન ઘટાડવા ખાનપાન અને જીવનશૈલી ઉપર ધ્યાન આપવું  જરૂરી છે.ઠાંસી ઠાંસીને ખાવું નહીં.ભૂખ કરતાં ઓછું ખાવું.ફણગાવેલા આખા અનાજનું સેવન,ફૂટ,પ્રોટીન સાથે કસરત પણ ફિટનેસ નિષ્ણાતની સલાહ લઈને કરવી.જેમકે બીમારીમાં કસરત ટાળવી,તણાવ અને ઉતાવળે વ્યાયામ કરવાથી બચવું.શારીરિક ક્ષમતાને ખાસ ધ્યાનમાં રાખવી અને સર્જરી કે કોઈ ચોટ લાગી હોય તો તબીબની સલાહ આવશ્યક છે.આ ઉપરાંત સૂર્ય નમસ્કાર,ભુજંગાસન,ત્રિકોણાસન,સુર્ય મુદ્રા અને વજ્રાસન જેવા આસન કરી શકાય.

Leave a comment

Trending