ભુજ લોહાણા મહાજન દ્વારા હોમિયોપેથી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

ભુજ લોહાણા મહાજન દ્વારા આરોગ્ય સેવાઓ પ્રત્યેની અખંડ પ્રતિબદ્ધતાને આગળ વધારતા હોમિયોપેથી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહાજનના પ્રમુખ ડૉ. મુકેશભાઈ ચંદે, ઉપપ્રમુખ હરેશભાઈ કતિરા, મંત્રી કમલભાઈ કારીઆ, ખજાનચી હિતેશભાઈ ઠક્કર, આરોગ્ય સમિતિના ચેરમેન પલવીબેન ઠક્કર, તેમજ મીતભાઈ પુજારા, હર્ષદભાઈ(હકી) ઠક્કર, ભુપેન્દ્રભાઈ ઠક્કર, દિલીપભાઈ ઠક્કર, ધર્મેન્દ્રભાઈ ચંદે, હરેશભાઈ ઠક્કર, રશ્મિકાંતભાઈ ઠક્કર, હેમંતભાઈ પલણ, પંકજબેન રામાણી, વિધાબેન ગણાત્રા અને કાજલબેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.

ડૉ. યોગીનીબેન જોબનપુત્રા તથા ડૉ. ભૂમિબેન સોમૈયાએ સેવા આપતાં તેમનું હોદેદારોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે મહાજનના પ્રમુખે જણાવ્યું હતું કે, મેડિકલ કેમ્પ માત્ર સારવાર પૂરતો સીમિત નથી રહેતો, પરંતુ સમાજમાં આરોગ્ય જાગૃતિ અને પરસ્પર સહકારની ભાવનાને પણ મજબૂત બનાવે છે. સમાજની સુખાકારી માટે આવા સેવા યજ્ઞો સતત યોજાતા રહેશે

કાર્યક્રમનું સંચાલન મંત્રી કમલભાઈ કારીઆ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભાર વિધિ પબ્લિકેશન સમિતિના ચેરમેન મીતભાઈ પુજારાએ કરી હતી.

Leave a comment

Trending