ભુજની લાલન કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલમાં કચ્છ યુનિવર્સિટી ખાતે શેક્સપિયરના અનુવાદનાં ભાષાકીય અને સામાજિક પરિમાણ પર અભ્યાસ કરતા સંશોધકની દિલ્હી આઇઆઇટીમાં પસંદગી કરઈ છે.
ડો. મનોજ છાયાનાં માર્ગદર્શનમાં પીએચ.ડી.નો અભ્યાસ કરતા કિશન અતુલભાઇ પંડ્યાની ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી દિલ્હી ખાતે રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે પસંદગી થઈ છે.
કમ્પ્યુટેશનલ લિંગવિસ્ટિક્સ અને બહુભાષિય નેચરલ લેન્ગવેજ પ્રોસેસિંગ ક્ષેત્રમાં આઈ.આઈ.ટી. દિલ્હીના મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે અંગ્રેજી તેમજ ગુજરાતી ભાષાઓ પર પ્રભુત્વ ધરાવતા, આ વિષયોમાં લઘુતમ અનુસ્નાતકની પદવી ધરાવતા અને અનુવાદ તેમજ પ્રત્યાયનનો સબળ અનુભવ ધરાવતા ભાષાશાસ્ત્રના અભ્યાસુઓ પાસેથી સમગ્ર ભારતમાંથી અરજીઓ મેળવ્યા બાદ, પસંદગી પ્રક્રિયાના વિવિધ તબક્કાઓના અંતે પંડ્યાને આ પ્રોજેક્ટ માટે પસંદ કરાયા છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ તેઓ ભારત સરકારના ઉપક્રમ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન લેન્ગવેજીસ, મૈસુર ખાતે નેશનલ ટ્રાન્સલેશન મિશનની કાર્યશાળા તેમજ ફેલોશિપ માટે પણ પસંદગી પામ્યા હતા. તદુપરાંત ગુજરાત હાઈકોર્ટ માટે અનુવાદક તરીકે તેમની ઉમેદવારીનો પસંદગી પ્રક્રિયાની યાદીમાં સમાવેશ કરાયો હતો.






Leave a comment